નશાનું વાવેતર: ગુજરાતનાં આ ગામનાં ખેતરમાંથી મળી આવ્યા કરોડો રૂપિયાના ગાંજાના છોડ- પોલીસે બોલાવ્યો સપાટો

Published on: 12:02 pm, Sat, 23 October 21

આપ સૌને જાણ હશે જ કે, દારુ-ગાંજા પર સમગ્ર દેશમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે અમુકવાર ગાંજાની ખેતી કરતા ખેડૂતોનો પર્દાફાસ થતો હોય છે ત્યારે હાલમાં પણ આવ જ એક સમાચાર રાજ્યમાંથી સામે આવ્યા છે.  દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં આવેલ હાંડી ગામના એક ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ દ્વારા દરોડો પાડીને તપાસ કરતાં ખેતરમાંથી ગાંજાના એક-બે નહીં પણ એકસાથે 2,318 છોડ મળી આવ્યા હતા કે, જેની કિંમત 3 કરોડ રૂપિયા થવા પામી છે. ગાંજાનું વાવેતર કરનારમાંથી એક શખસ પકડાઈ ગયો છે, જ્યારે બે ભાગી જતાં તેમની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

મળી રહેલ જાણકારી પ્રમાણે, દાહોદ પોલીસને મળેલ બાતમીને આધારે 21 ઓક્ટોબરે સીંગવડ તાલુકામાં આવેલ હાંડી ગામનાં મછાર ફળિયાનાં ખેતરોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કરતાંની સાથે જ પોલીસ ચોંકી ગઈ હતી. ખેતરોમાં ગેરકાયદેસર ગાંજાના છોડોના 2,318 નંગ વાવેતર કરેલ નજરે પડતાં પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી.

પોલીસે ગાંજાના છોડની ગણતરી કરતાં 2,318 નંગ થયા હતા કે, જેની કુલ કિંમત 2,74,54,000 રૂપિયાની આંકવામા આવી રહી છે. પોલીસ દ્વારા આ મામલે ગામમાં રહેતા વિક્રમભાઈ નારસિંગભાઈ મછારને પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે હિંમતભાઈ જોખનાભાઈ મછાર તથા સરતનભાઈ શાન્તુભાઈ મછાર પોલીસને જોઈ ભાગી જવામાં સફળ રહ્યા હતા.

ખેતરમાં આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર પકડતા સ્વાભાવિક રીતે તેના ખરીદદાર પણ નક્કી હશે જ ત્યારે આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર કોના કહેવાથી કરાયું હતું એની પણ તપાસ શરૂ કરી દેવામા આવી છે. પોલીસ દ્વારા આ મામલે રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…