નશાનું વાવેતર: જસદણનાં ખેતરમાં દરોડા પાડતા કપાસનાં પાકની વચોવચ્ચથી ગાંજાનું વાવેતર ઝડપાયું

Published on: 4:58 pm, Sat, 23 October 21

રાજ્યમાં આવેલ રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી તથા વેચાણ કરનાર પર દરોડા પાડવાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી છે. કુલ 56,000 રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા સાથે બોટાદમાં આવેલ ગઢડાના વતની ઇલેક્ટ્રિકનું કામ કરતા તેમજ તેની આડમાં ગાંજાની હેરાફેરી કરતા શખ્સને તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

પોલીસે 56,000 રૂપિયાની કિંમતનો 8 કિલો ગાંજો કબ્જે કર્યો:
રાજકોટ તાલુકા પોલીસે મળેલ બાતમીને આધારે જિલ્લાની બહારથી આવી એક શખસ માદક પ્રદાર્થનું વેચાણ કરતો હોવાથી વોચ ગોઠવવામાં આવી હતી. આવા માદક પદાર્થ વેચાણવાળી જગ્યાની ખાનગી રાહે હકિકત મેળવી પ્રદ્યુમનગ્રીન સિટી બિલ્ડીંગની પાછળ કબુતરી કલરના રેકજીનના થેલાની સાથે માદક પ્રદાર્થ ગાંજાનો જથ્થો 8 કિલો સાથે ઇલેક્ટ્રિક કામ કરતા બોટાદ જિલ્લામાં આવેલ ગઢડામાં રહેતા યુનુસભાઇ બહાદુરભાઇ સુમરાને પકડી પાડવામાં આવ્યો હતો.

ચારેક જગ્યાએ માદક પદાર્થની ડિલિવરી કરી હતી:
આ આરોપીની પ્રાથમિક પૂછપરછમા એણે કબુલ કર્યું છે કે, છેલ્લા 6 મહિના દરમિયાન રાજકોટ સહિત બીજા જિલ્લામા પણ પેડલર તરીકેનો વ્યવસાય કરતો હતો કે, જેમાં પહેલા રાજકોટમા ચારેક જગ્યાએ માદક પદાર્થની ડિલિવરી કરાઈ હતી.

પહેલા અમદાવાદમાં જુહાપુરા તેમજ ઢસામાં શરીર સબંધી ગુનામા સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરી હતી.
યુનુસ ઈલેક્ટ્રિકનું રિપેરિંગ કામ જાણતો હોવાથી જે કોઈ માદક પદાર્થના વેચાણ દરમિયાન સાથે ઈલેક્ટ્રિકના રિપેરીંગનો સામાન રાખીને બીજા જિલ્લાઓમા ઈલેક્ટ્રિક કામ કરવાની આડમાં માદક પદાર્થોનુ વેચાણ કરતો હતો.

જસદણના કોઠીગામમાં કપાસના પાક વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું:
જસદણમાં આવેલ કોઠી ગામની પાંચકોશી સીમ વિસ્તારમાં વારસાયીની ખેતીની જમીનમાં ગેર કાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની પોલીસને બાતમી મળતા દરોડા પાડતા ભાગિયામાં જમીન વાવતા બાબરાના દિનેશ ગોરધનભાઇ ચૌહાણે કપાસના પાકમાં ગેરકાયદેસર ગાંજાના 29 છોડ વાવ્યા હતા.

પોલીસ દ્વારા ગાંજાના નાના-મોટા 29 છોડ સાથે દિનેશની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. જસદણ પોલીસ દ્વારા દિનેશ વિરૂદ્ધ એક્ટ પરમેન ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે જ રાજ્યમાં બે ખેડૂતે મળીને 3 કરોડના ગાંજાનાં છોડનું ખેતરમાં વાવેતર કર્યું હતું કે, જેઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…