આજના સમયમાં ઘણા એવા યુવાનો છે કે, જેઓ પોતાની કોઠાસૂઝથી આગળ વધી રહ્યા છે. પોતે એવું કરી બતાવે છે જે, અત્યાર સુધી કોઈએ વિચાર્યું પણ ના હોય. હાલ આવા જ એક યુવકની અહિયાં વાત થઇ રહી છે, જેમણે ઓટોમેટિક ચાલતું ટ્રેક્ટર બનાવી નાખ્યું હતું. મળતી માહિતી અનુસાર યોગેશ નામના એક યુવકે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
યોગેશ નાગર અભ્યાસમાં ખુબ જ હોશિયાર છે. અને તે હાલમાં બીએસસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહો છે. તેમજ યોગેશ નાગરએ પોતાની બુદ્ધિ દ્વારા એક એવું રિમોટ તૈયાર કર્યું છે, જે રિમોટની મદદથી ટ્રેકટર ઓપરેટ કરી શકે છે. તેમજ કહેવાય છે કે યોગેશ નાગરએ અત્યાર સુધીમાં કુલ ત્રીસ જેટલી અલગ અલગ વસ્તુઓની પણ શોધ કરી છે.
તેમજ મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ યુવકે પોતાના બારમા ધોરણ પુરા થયા બાદ એક એવું વાહન તૈયાર કર્યું હતું જે આપણા સેનાના જવાન માટે ખુબ જ કામનું સાબિત થયું હતું. યોગેશ નાગરને નાનપણથી અલગ અલગ વસ્તુની શોધ કરવાનો શોખ હતો. તેમજ જાણવા મળ્યું છે કે યોગેશ નાગરના પિતા ગામના ખેતરોમાં ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે.
વાવણી કરવાના સમયગાળા દરમિયાન યોગેશ નાગરના પિતાને રાતદિવસ મહેનત કરીને પણ ઘરના ગુજરાન માટે ટ્રેકટર ચલાવવું પડતું હતું, તેના પિતાને આ કામ ન કરવું પડે તે માટે યોગેશ નાગરે ટ્રેકટરને ફક્ત બે થી ત્રણ વાર જોયું અને યોગેશ નાગરે તેમના પિતા પાસેથી રીમોટ બનાવા માટે પચાસ હજાર રૂપિયા લીધા હતા અને આ રીમોટ બનાવ્યું હતું. યોગેશ નાગરે પોતાની બુદ્ધિશક્તિથી ફક્ત પચાસ હજાર રૂપિયામાં આ રીમોટ તૈયાર કર્યું હતું. જે રીમોટ દ્વારા આપણે ટ્રેક્ટરમાં બેસ્યા વગર પણ ટ્રેક્ટર ચલાવી શકીએ છીએ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…