ગાય, ભેંસના દૂધ કરતા પણ વધુ ચમત્કારી છે ઊંટનું દૂધ, રાતોરાત દુર થઇ જાય છે વર્ષો જૂની બીમારીઓ

271
Published on: 1:24 pm, Sun, 23 May 21

નવશેકું દૂધ પીવું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગાય અને ભેંસ બંનેના દુધમાં પ્રોટોન પૂરતી માત્રામાં જોવા મળે છે. ગાય અને ભેંસના દૂધ કરતાં ઊંટનું દૂધ વધુ તાકાતવર છે. ગાય અને ભેંસનું દૂધ આપણને પ્રોટીન અને ચરબી આપે છે, પરંતુ ઊંટનું દૂધ કોઈપણ રોગથી પીડાતા દર્દી માટે દવા તરીકે કામ કરે છે. દરરોજ ઊંટનું દૂધ પીવાથી ગંભીર રોગોમાં પણ મુક્તિ મેળવી શકાય છે.

કેમ કે, ઊંટનું દૂધ બધા પોષક તત્વો જેવા કે પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ સાથે ઘણા બધા વિટામિન્સથી સમૃદ્ધ છે. આ બધા પોષક તત્વો શરીરને સ્વસ્થ બનાવવામાં અને બાળકોને રોગોથી મુક્ત કરવા તેમજ મગજને વિકસાવવામાં મદદ કરે છે. આટલું જ નહીં નિયમિત રીતે ઊંટનું દૂધ પીવાથી તે બાળકોના બુદ્ધી ક્ષમતા વધારે છે અને કુપોષણ પણ ઘટાડે છે.

ઊંટનું દૂધમાં મોટી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. જેના કારણે, તેના ઉપયોગથી હાડકાં મજબૂત બને છે. ઊંટનું  દૂધ કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડવા માટે શરીરમાં લેક્ટોફેરીન નામનું તત્વ તૈયાર કરે છે. એટલું જ નહીં, તે લોહીમાંથી ઝેર દૂર કરે છે અને યકૃતને સાફ કરે છે. ઊંટનું દુધથી પેટને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે. આ ઉપરાંત તે વાયરલ ચેપ સામે લડવામાં પણ મદદગાર છે.

ઊંટનું દૂધમાં આશરે 52 એકમો ઇન્સ્યુલિન જોવા મળે છે. જે ગાય, ભેંસ અથવા બીજાના દૂધમાં ઓછું જોવા મળે છે. ઇન્સ્યુલિન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. ઊંટનું દૂધ વિટામિન અને ખનિજોથી ભરપુર હોય છે. તેમાં એન્ટિબોડીઝની હાજરીને કારણે શરીર ચેપી રોગો સામે રક્ષણ આપે છે. ઊંટનું દૂધ નિયમિત પીવાથી બ્લડ સુગરમાં રાહત મળે છે, ચેપ અટકાવવામાં પણ મદદરૂપ થાય છે. તે ક્ષય રોગ, આંતરડામાં બળતરા માટે પણ ઉપયોગી છે. તે નાના રોગો માટે ફાયદાકારક છે અને ગેસ્ટ્રિક કેન્સરના જીવલેણ કોષોને રોકવામાં પણ મદદ કરે છે.

ઊંટનું દૂધમાં આલ્ફા હાઇડ્રોક્સિલ એસિડ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ઊંટનું દૂધનું નિયમિત સેવન શરીરની હેપેટાઇટિસ, વિટામીન C, હૃદયરોગ, એઇડ્સ, ગેંગ્રેન, ડાયાબિટીઝ, કિડની, અલ્સરથી સંબંધિત રોગો સામે રક્ષણ કરવાની ક્ષમતા વધારવાનું કામ કરે છે. તે શરીરમાં એવા કોષો બનાવે છે જે ચેપી રોગો સામે એન્ટિબોડીઝનું કામ કરે છે. આ ઉપરાંત તેનાથી ત્વચામાં પણ સુધારો થાય છે.