બાળકોને ઘરે એકલા મુકીને બહાર જતા માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો – ધોરણ 6 માં ભણતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

640
Published on: 3:13 pm, Tue, 25 January 22

મધ્યપ્રદેશમાં આવેલ ભોપાલમાં ધોરણ 6ના વિદ્યાર્થીએ ફાંસી લગાવી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના સમયે તે ઘરમાં એકલો હતો. માતા તેની 16 વર્ષની પુત્રી સાથે તેની ઉત્તરવહીઓ જમા કરાવવા માટે શાળાએ ગઈ હતી.તે દરમ્યાન તેના પુત્રનો ફોન આવ્યો. પુત્રએ કહ્યું, માતા સારું ભોજન લઈને આવજો. માતા ઘરે પરત ફર્યા ત્યારે પુત્ર સીલિંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો.

પિતાએ કહ્યું, હાથ જોડીને કહું છું કે “બાળકોને એકલા ઘરે ન છોડો.” બાળકો ટીવીમાં ક્રાઈમ સિરિયલ જોઈને અવનવા પ્રયોગો કરી રહ્યા છે. તેણે કહ્યું કે, દીકરો મોબાઈલમાં ગેમ નથી રમતો. તે મોબાઈલનો ઉપયોગ માત્ર ઓનલાઈન ક્લાસ માટે જ કરતો હતો. રૂદ્રાક્ષ અભ્યાસમાં હોશિયાર હતો. મને સમજાતું નથી કે તેણે આવું શા માટે કર્યું. તેને કોઈ સમસ્યા ન હતી.

અક્ષત સિંહ એકતાપુરી કોલોની, અશોકા ગાર્ડનમાં રહેતો ફોટોગ્રાફર છે. સોમવારે સવારે તે કામ પર ગયો હતો. પત્ની સ્નેહલતા દીકરી સાથે તેની સ્કૂલે ગઈ હતી. તેમનો પુત્ર રૂદ્રાક્ષ ઘરમાં એકલો હતો. સાંજે રૂદ્રાક્ષે પિતાને ફોન કર્યો. માતા વિશે પૂછ્યું. પછી તેણે તેની માતાને ફોન કર્યો. કહ્યું- ઘરે આવો ત્યારે મને ખાવા માટે કંઈક સારું લઈ આવજો. મોડી સાંજે માતા ઘરે પહોંચી ત્યારે રૂમની અંદર રુદ્રાક્ષ લટકેલો છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

બાળકે છતના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. પંખો લટકાવવા માટે તેણે બેડની ઉપર લગભગ દોઢ ફૂટ ઊંચુ ટેબલ મૂક્યું. ટેબલ પર ચડીને તેણે પંખામાં માતાના દુપટ્ટાની ફાંસી કરી અને લટકી ગયો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…