સુરતના કતારગામમાં ગજેરા સ્કુલ પાસે સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રકે બાઈકને અડફેટે લેતા CA ‌વિદ્યાર્થીનું મોત

3542
Published on: 10:56 am, Mon, 2 May 22

રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આ અકસ્માતનો ભોગ બનવું પડે છે.

ત્યારે ફરીવાર રાજ્યમાંથી એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં મિત્ર સાથે અન્ય મિત્રને મળવા માટે ગયેલા પુણાના સીએના વિદ્યાર્થીનું કતારગામ ગજેરા સ્કુલ નજીક ટ્રકની અડફેટે મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, પુણા ગામમાં રહેતા જેન્તીભાઈ જેઠવા સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેમના 2 પુત્ર અને 2 પુત્રીઓ પૈકી બન્ને પુત્રો સીએનો અભ્યાસ કરે છે. મળતી માહિતી મુજબ, તેમનો નાનો પુત્ર અજય(18) સીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સાથે સાથે અમરોલીની આર.વી.પટેલ કોલેજમાં એક્ષટર્નલમાં બીકોમનો અભ્યાસ પણ કરતો હતો.

શનિવારે બપોરે અજયે તેના મિત્ર રોનક સાથે એક્ટિવા પર કતારગામ રહેતા મિત્રને મળવા ગયો હતો. જ્યાં એક સોસાયટી નજીક રોનકને ઊભા રહેવાનું કહીને પોતે તેના મિત્રને મળી આવવાનું કહીં ગયો હતો. તે દરમિયાન, ગજેરા સ્કૂલ નજીક પુરપાટ ઝડપે પસાર થતી ટ્રકે અજયને અડફેટે લીધો હતો.

રોનકે ફોન કરતા અજયનો અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં અજયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. કતારગામ પોલીસ દ્વારા રોનકની ફરીયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…