આ વ્યક્તિએ 50 રૂપિયાથી શરુ કર્યો હતો સીંગનો ધંધો, હાલમાં ખડકી દીધું કરોડોનું સામ્રાજ્ય- જાણો સફળતાની કહાની

266
Published on: 7:30 pm, Fri, 7 January 22

ગરીબોના કાજુ એટલે સીંગ. કાજુ ઘણા મોંઘા હોય છે અને સીંગ સસ્તી જેના કારણે ઘણા લોકો સિંગને પણ કાજુની જેમ ખાતા જોવા મળે છે. આ ઉપરાંત, સીંગ ગમે તે જગ્યાએ સરળતાથી મળી જાય છે. સીંગનું નામ પડે એટલે સૌ પહેલા સિકંદરની સીંગ જ યાદ આવે. ભાગ્યે જ કોઈ એવું હશે જેણે સિકંદરની અવનવી ફ્લેવરવાળી સીંગ ખાધી નહીં હોય! પરંતુ, લોકોને દાઢે વળગેલી આ સીંગ કેવી રીતે બને છે એ ક્યારેય જોયું નહીં હોય.

ત્યારે આજે અમે તમને સિકંદર સીંગના MD અમીનભાઈ લાખાણી અંગે જણાવવા જઈ રહ્યા છીએ. 72 વર્ષ પહેલાં સુરેન્દ્રનગરના ખેરાળી ગામેથી સીંગ વેચવાનું શરૂ કરનાર લાખાણી પરિવારે દુનિયાના અનેક દેશોમાં સીંગ પહોંચાડી છે, એ પણ કોઈપણ જાતના બ્રાન્ડ માર્કેટિંગ વગર. એક સમયે દિવસમાં પચાસ રૂપિયાની સીંગ વેચતા પરિવારે કેવી રીતે કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું એ સફર પણ એટલી જ રોમાંચક અને રસપ્રદ છે. જણાવી દઈએ કે, સિકંદર સિંગની શરૂઆત સુરેન્દ્રનગરથી 7 કિલોમિટર દૂર આવેલા ખેરાળી ગામથી થઈ હતી.

જણાવી દઈએ કે, અકબરઅલી નાઝીરઅલી લખાણીએ 13 વર્ષી ઉંમરમાં આઝાદી વખતે 1949માં સીંગ વેચવાની શરૂઆત કરી હતી. આ સમયે અકબરઅલી ખેરાળી ગામથી સુરેન્દ્રનગર ચાલીને જતાં હતા. 5 કિલો વજનના તાંબાના ત્રાંસમાં 5 કિલો સીંગ અને ચીક્કી ભરીને વેચવા જતા હતા. અકબરઅલીને શરૂઆતમાં રેલવેની નોકરી મળતી હતી. પણ તેમણે તે નોકરી ઠુકરાવી દીધી હતી. અકબરઅલીને તેમના પત્ની શક્કરબેને સાથ આપ્યો હતો. રોજની 5 કિલો સીંગ પણ શક્કરબેન જ બનાવી આપતા હતા. અકબરઅલી ચાલીને સુરેન્દ્રનગરની શેરીઓમાં ફરી ફરીને સીંગ વેચતા હતા.

જેના 13 વર્ષ બાદ 1960માં અકબરઅલી ખેરાળથી સુરેન્દ્રનગર રહેવા માટે આવી ગયા. સુરેન્દ્રનગરમાં શરૂઆતમાં અકબરઅલી પાથરણું પાથરીને સીંગ વેચતા પછી તેમણે લારી શરૂ કરી હતી. ધંધામાં સફળતા મળતા 1969માં દુકાન ખરીદી. આજે પણ આ જ દુકાનમાંથી બધો વેપાર ચાલે છે. ત્યારે તમારા મનમાં એ સવાલ ચોક્કસ થતો હશે કે સીંગની બ્રાન્ડનું નામ સિકંદર જ કેમ રાખવામાં આવ્યું?

જણાવી દઈએ કે, સીંગની બ્રાન્ડનું નામ સિકંદર એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે અકબરઅલીના મોટા દીકરાનું નામ સિકંદર હતું. મોટો દીકરો સિકંદર ખુદ 16 વર્ષની ઉંમરમાં પિતાના સીંગના ધંધામાં જોડાયો હતો. મોટા દીકરા સિકંદરે સીંગના હોલેસલ બિઝનેસની શરૂઆ કરી હતી. ધંધાને વિસ્તારવા માટે સિકંદરભાઈએ પોતાની ફેક્ટરી ચાલુ કરવાનો વિચાર કર્યો હતો. વર્ષ 1991માં સુરેન્દ્રનર પાસે રતનપર બાયપાસ પર 36 હજાર સ્કવેર ફૂટમાં જગ્યા લઈને સીંગનું પ્રોડક્શન ચાલું કર્યું હતું. 1992માં જૂની મારૂતી વેન ખરીદી જેમાં સીંગનું વેચાણ કરવાનું શરૂ કર્યું.

જાણવા મળ્યું છે કે, 1995માં અકબરઅલીના નાના દીકરા અમીનભાઈ ધંધામાં જોડાયા હતા. નાનાભાઈ અમીનભાઈ દુકાને બેસતા અને મોટાભાઈ સિકંદર ફેક્ટરી સંભાળતા. અમીનભાઈ બિઝનેસમાં મસાલાસીંગ, હલ્દી દાળિયા-ચણા લાવ્યા. અમીનભાઈના આવ્યા બાદ બિઝનેસનો વ્યાપ ખૂબ વધવા લાગ્યો હતો.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ 45 વર્ષ સુધી સિકંદર સીંગ લૂઝ પેકિંગમાં વેચાતી હતી. છેક 1996માં સિકંદર બ્રાન્ડથી સીંગ વેચવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં આજુબાજુના ગામડાના ગ્રાહકો અને વેપારીઓ સીંગ લેવા આવતા હતા. વર્ષ 2003માં સિકંદરભાઈનું ડેંગ્યુના કારણે નિધન થયું હતું. ત્યારબાદ બધી જવાબદારી અમીનભાઈએ ઉપાડી લીધી. 2019માં બીમારીના કારણે અકબરઅલીએ પણ દુનિયામાંથી અલવિદા કહી દીધું.

અમીનભાઈએ સીંગના બિઝનેસને પ્રોફેશનલ ટચ આપ્યો. બાદમાં સિકંદરભાઈનો દીકરો જાવેદ પણ આ બિઝનેસમાં છે. જ્યારે અમીનભાઈના જોડિયા દીકરા હુસૈન અને હસન અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ બિઝનેસ સંભાળે છે. અમીનભાઈના મિત્રની દીકરી શ્રી આચાર્ય બિઝેનેસ ડેવલપર તરીકે જોડાઈ. શ્રી આચાર્યએ હિંગ, જીરા સીંગ, હિંગ જીરા ચણા એડ કર્યા હતા.

જણાવી દઈએ કે, સિકંદર સીંગની ખાસિયત તેની ક્વોલિટી છે, જેમાં ક્યારેય બાંધછોડ કરવામાં આવતી નથી. સીંગ માટેની મગફળી જૂનાગઢ અને પોરબંદરમાંથી ખરીદવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડ ઉપરાંત ડાયરેક્ટ ખેડૂતો પાસેથી પણ ખરીદી કરવામાં આવે છે. આટલું જ નહી આજે ગુજરાત સિવાય સિકંદર સીંગ વર્લ્ડ ફેમસ બની ગઈ છે. અમેરિકા, કેનેડા સહિત વિશ્વના 7 દેશોમાં પણ સિકંદર સીંગનું એક્સપોર્ટ થાય છે. હાલ તેઓ  કોઈ પણ માર્કેટિંગ વગર 19 કરોડોનો વાર્ષિક બિઝનેસ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…