ભૂલથી પણ ન કરતા આ વસ્તુઓનું સેવન, થઈ શકે છે આવી ગંભીર બીમારીઓ

Published on: 11:08 am, Sat, 26 December 20

આજકાલ ઘણા લોકોમાં કેન્સરની સમસ્યા જોવા મળી રહી છે. કેન્સર એક ભયંકર રોગ છે. કેન્સરને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આનુવંશિક પરિબળો સિવાય, ખોટા ખાવા-પીવાને કારણે તમે પણ કેન્સર જેવી સમસ્યાના શિકાર બની શકો છો. આજે અમે તમને જણાવીશું કે, અતિશય આહારને લીધે કઈ વસ્તુઓ કેન્સર જેવા રોગોનો શિકાર બની શકે છે.

ફ્રીજમા કેળું રાખવુ નકામું છે આનાથી કેળુ જલ્દીથી કાળું પડી જાય છે કારણકે કેળાના દાંડલામાંથી થાયલીન નામનો ગેસ નીકળે છે. એટલે કેળાને ફ્રીઝમાં રાખવાથી તે તેની આસપાસની વસ્તુઓને પણ જલ્દીથી પકાવી દે છે.કેળાની જેમ કાકડી પણ થયેલી ગેસ છોડે છે, એટલા માટે જ તેને ફ્રીઝથી દૂર રાખવી જોઈએ.ફ્રીજમાં બટેટાને ન રાખવા જોઈએ. જો બટેટાને ફ્રિઝમાં રાખવામાં આવે તો તેમાં રહેલો સ્ટાર્ચ જલ્દીથી શુગરમાં પરિવર્તિત થઈ જાય છે. આનાથી બટેટાનો સ્વાદ તો વયો જાય છે સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે.

ડુંગળી અને દુધને આયુર્વેદમાં વિરુદ્ધ આહાર માનવામાં આવે છે. જો આપના શરીરમાં દૂધ અને ડુંગળી એક બીજા સાથે કોઈ પ્રક્રિયા કરે તો આપના શરીરમાં ઘણા રોગો થઇ શકે છે જેમ કે, ચામડીના રોગો તેમાં દાદર, સફેદ દાગ કે કોઢ, કાળા દાગ તેમજ શીળસ પણ થઇ શકે છે. એટલે ભોજનમાં ડુંગળી અને દૂધ સાથે ક્યારેય સાથે ના લેવા જોઈએ. તેમજ ડુંગળી પછી પણ દૂધ ના પીવું જોઈએ.

કેનમાં પેકેજ્ડ ફૂડ ખાવાનું ભૂલશો નહીં. તેમાં bisphenol-A (BPA) નામનું તત્વ હોય છે જે કેન્સરનું મોટું કારણ છે. ધૂમ્રપાન કરાયેલ ખોરાકનો વપરાશ ઓછો કરો. તેમાં નોંધપાત્ર પ્રમાણમાં નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સ હોય છે, જે કેન્સરને રાસાયણિક સંયોજનોમાં ફેરવે છે અને કેન્સરને પ્રોત્સાહન આપે છે. લાકડા અથવા કોલસા પર માંસ રાંધીને શેકેલા માંસનું સેવન ન કરો, ત્યારબાદ સુગંધિત હાઇડ્રોકાર્બન અને પહનો જથ્થો બહાર આવે છે જે શરીર માટે હાનિકારક છે.

દહીંની સાથે ક્યારેય અડદની દાળ ના ખાવી જોઈએ કેમકે તેનાથી આપણું બ્લડ પ્રેશર ખુબ જ વધી જાય છે, તેથી હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોએ તો ભૂલથી પણ આનું સેવન ના કરવું જોઈ. નહીતર તે પ્રાણઘાતક પણ સાબિત થઇ શકે છે. એટલા માટે દહીંવડા જેવી વાનગી થી તો દુર જ રહેવું યોગ્ય છે.

દુધની સાથે ખાટા ફળો ખાવાની સદંતર મનાઈ કરવામાં આવી છે. કેમ કે, દુધની સાથે કે તેની આસપાસ ના સમયે જો ખાટા ફળોનું સેવન કરવામાં આવે તો તે પેટ પર અવળી અસર કરીને પેટની અનેક સમસ્યાઓ જેવી કે, ગેસ, પેટનું ઇન્ફેકશન, પેટ દર્દ ઉભો કરી શકે છે. તેથી આયુર્વેદમાં દુધની સાથે આવા ફળ ખાવાની મનાઈ કરવામાં આવી છે.