સોનું ખરીદવું હવે બનશે સસ્તું: એકસાથે આટલા રૂપિયાનો થયો ઘટાડો – જાણો આજનો ભાવ

Published on: 11:41 am, Wed, 12 January 22

દેશના બુલિયન માર્કેટમાં બુધવાર, 12 જાન્યુઆરી 2022, સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પીળી ધાતુના ભાવ આજે એક દિવસ પહેલાના ભાવ કરતા નીચે આવી ગયા છે. બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીએ, 12 જાન્યુઆરી 2022, બુધવારના રોજ સોના અને ચાંદીની નવી રેટ લિસ્ટ શું દર્શાવે છે.

12 જાન્યુઆરી, 2022ના રોજ, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 51,900 રૂપિયા છે. આ એક દિવસ પહેલાની કિંમત કરતા 110 રૂપિયા ઓછા છે. તે ઉપરાંત 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 46,650 રૂપિયા છે. આ પણ તેની આગલા દિવસની કિંમત કરતાં માત્ર રૂ. 110 ઓછી છે. બીજી તરફ આજે દેશમાં ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી રહી છે. બીજી તરફ દેશમાં ખરમાસના કારણે લગ્નો થંભી ગયા છે. જેની સોના-ચાંદીની ખરીદ-વેચાણ પર ભારે અસર પડી છે. તેની અસર બજાર પર પણ પડી છે.

તેમજ, કોરોનાને કારણે શેરબજારમાં ભારે અસ્થિરતાને ધ્યાનમાં લઈને ઘણા રોકાણકારોએ સોના અને ચાંદીમાં રોકાણને વધુ સારા વિકલ્પ તરીકે અપનાવ્યું છે. તેમજ બજારના નિષ્ણાતોનું માનેવું છે કે રોકાણકારોએ આ સમયે ખરીદીની વ્યૂહરચના અપનાવવી જોઈએ. નિષ્ણાતો સોના અને ચાંદીની વર્તમાન શ્રેણીને ખરીદી માટે શ્રેષ્ઠ ગણી રહ્યા છે.

ચાંદીની કિંમત 60,800 રૂપિયા પ્રતિ કિલો હતી. આ એક દિવસ પહેલાના ભાવ કરતાં 400 રૂપિયા વધુ છે. તેમજ તમને જણાવી દઈએ કે આ પહેલા ચાંદીના ભાવમાં છેલ્લા અઠવાડિયામાં ઘણા દિવસો એવા હતા જ્યારે ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…