છેલ્લા 20 વર્ષમાં આ માઈભક્તે અંબા માતાનાં ચરણોમાં કર્યું 20 કિલો સોનાનું દાન, હાલ પણ આપી એવી સોનાની ભેટ કે…

332
Published on: 11:30 am, Wed, 22 September 21

ગુજરાતનું એક માત્ર સુપ્રસિદ્ધ યાત્રાધામ બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતા તાલુકામાં આવેલ છે. રાજસ્થાનની સીમા પર, વિખ્યાત વેદિક કુમારિકા સરસ્વતી નદીનાં તટે આરાસુર પર્વતની ટેકરી પર આ મંદિર આવેલ છે. જે 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. અંબાજી માતાનું આ મંદિર ભારતનું મુખ્ય પીઠ છે.

જે પાલનપુરથી આશરે 65 કિમી દૂર જયારે માઉન્ટ આબુથી 45 કિમી તેમજ અબુ રોડથી 20 કિમી રાજસ્થાન સરહદની પાસે કાદીયડ્રાથી 50 કિ.મી.ના અંતરે આવેલ છે. આ મંદિર સેકંડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં ભક્તો દાનની સરવાણી વહાવતા હોય છે.

અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે દાન:
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ રખાઈ છે તેમજ એ દિશામાં હાલમાં કામગીરી ચલી રહી છે. કેટલાય ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે ત્યારે અંબાજી માતાના ભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. જેની કિંમત અંદાજે 24,50,000 રૂપિયા આંકી શકાય છે. અંબા માતાનો આ ભક્ત બીજું કોઈ નહીં પણ વર્ષોથી દાતાર રહેલ નવનીત શાહ છે કે, જેઓ દર વર્ષે અંબા માતાના ચરણોમાં સોનાની ભેટ આપતા હોય છે.

છેલ્લા 20 વર્ષમાં નવનીત શાહે કર્યું છે 20 કિલો સોનાનું દાન:
અંબાજી મંદીરમાં દર વર્ષની જેમ ભાદરવી પૂનમના દિવસે સોનાનું દાનનો અવિરત અખૂટ પ્રવાહ આ વર્ષ દરમિયાન પણ યથવાત રહ્યો છે ત્યારે ખુબ જાણીતા બિઝનેસમેન નવનીત શાહે આ વર્ષે પણ 500 ગ્રામ એટલે કે, અંદાજે 24,50,000 રૂપિયાની કિમંતની સોનાનું દાન આ મંદિરમાં આપ્યું છે.

દાનવીર ગણાતા નવનીત શાહ છેલ્લા 20 વર્ષથી સોનાનું દાન દર વર્ષ દરમિયાન કરતા આવ્યા છે તેમજ અત્યાર સુધીમાં તેમણે 20 કિલો સોનાનું દાન અંબાજી મંદિરમાં કરી ચુક્યા છે ત્યારે આપને જણાવી દઈએ કે, નવનીત શાહ એક ફાર્મા સ્યુટિકલ કંપનીના માલિક છે કે, જે માં અંબા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આ દાન તેમણે અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે કર્યું છે.

અત્યાર સુધીમાં આ સુવર્ણ શિખરમા 140 કિલો તેમજ 435 ગ્રામ સોનુ તેમજ 15,711 કિલો તાંબુ ઉપયોગમાં લેવાયું છે ત્યારે મા અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા માટે અનેક ભક્તો દાનની સરવાણી વહાવી રહ્યા છે ત્યારે ભક્તો થકી માં અંબાનું મંદિર જલ્દી સુવર્ણમય બનશે એવી આશા સેવાઇ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…