
જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકની કારણે થઇ રહેલા મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ક્યારેક રમતના મેદાનમાં તો ક્યારેક જીમમાં, તો ક્યારેક શાંતીથી બેઠા-બેઠા, તો ક્યારેક ચાલુ વાહને. હાર્ટએટેકને કારણે મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવી જ એક સુરતના ખટોદરા વિસ્તારની ઘટના સામે આવી છે જેમાં એક વેપારી વ્યક્તિ બાઈક પર પાછળ બેઠો હતો અને અચાનક હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, જો વાત કરવામાં આવે તો સુરતમાં ખટોદરા વિસ્તારમાં એક 42 વર્ષના કાનસિંહ રાજપુત નામના વ્યક્તિનું મોત થયું છે. જાણવા મળ્યું છે કે, તેઓ હમણાં જ રાજસ્થાનથી ત્રણેક દિવસ અગાઉ સુરત આવ્યા હતા. તેઓ કાપડના વેપારી હોવાને કારણે સુરતમાંથી કાપડ લઈને રાજસ્થાન વેચતા હતા. આ ઘટના ઘટી ત્યારે કાનસિંહ બાઈક પર પાછળ બેઠા હતા અને અચાનક જ તેને છાતીમાં દુખાવો શરુ થયો હતો અને તે બાદમાં ઢળી પડ્યા હતા.
વધુમાં વાત કરવામાં આવે તો અચાનક તેમનું મોત થતા આ તરફ પોલીસ દ્વરા પણ તપાસને ધ્યાનમાં રાખી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. તેમના મૃત્યુ પાછળનું સાચુ કારણ જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર થોડા દિવસોમાં આવી આ પ્રકારની એક એક ઘટનાઓ સામે આવતી હે છે. જો વાત કરવામાં આવે તો હાલમાં જ એક બસ ચાલકને ચાલુ બસે તો એક ટ્રક ચાલકને ચાલુ ટ્રકે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.
વાત કરવામાં આવે તો, સુરતમાં ગયા અઠવાડિયે પણ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં નવજાત બાળકની છઠ્ઠીનો પ્રસંગ ચાલી રહ્યો હતો અને બાળકના જન્મની ખુશીમાં તેના પિતા મસ્તીમાં નાચી રહ્યા હતા. તેઓ અચાનક ઢળી પડ્યા હતા. જોકે પરિવારજનોએ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં ટૂંકી સારવાર પછી બાળકના પિતાનું મોત થયું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…