દિવાળી પહેલા તદ્દન ઓછા રોકાણે શરુ કરો આ સાઈડ બીઝનેસ, ઘરે બેઠા 100% થશે બમ્પર કમાણી- જાણો વિગતે

Published on: 2:30 pm, Thu, 28 October 21

જો તમે નોકરી કરવા ઉપરાંત વધારાની કમાણી કરવા માંગતા હો તો તમે નોકરીની સાથોસાથ બિઝનેસ પણ કરી શકો છો. આજે અમે આપને એક ખુબ સારો એવો બિઝનેસ જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમાં તમે ઘરે બેઠા ખૂબ ઓછા રોકાણમાં દર મહિને લાખો રૂપિયાની આરામથી કમાણી કરી શકો છો.

ચોક બનાવવાનો બિઝનેસ:
ચોક બનાવવાનો એક એવો બિઝનેસ છે કે, જેમાં ખૂબ ઓછા રોકાણની જરૂર પડે છે. જેના દ્વારા તમે ઘરે બેઠા આસાનીથી ખુબ સારી કમાણી કરી શકો છો. આપણને ખબર જ હશે કે, ચોકની જરૂર બધા સ્કૂલ, કોલેજમાં પડે જ છે. ચોક બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર પડતી નથી.

માત્ર 10,000 રૂપિયામાં તમે તેને શરૂ કરી શકો છો. જેમાં સફેદ ચોકની સાથે રંગીન ચોક પણ બનાવી શકાય છે. આપને જણાવી દઈએ કે, ચોક મુખ્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બને છે. આ સફેદ રંગનો પાઉડર હોય છે કે, જે એક પ્રકારે માટી જે જેને જિપ્સમ નામના પથ્થરથી બનાવાય છે.

ચાંદલા બનાવવાનો બિઝનેસ:
ચાંદલાની માંગ હાલમાં બજારમાં સતત વધતી જઈ રહી છે ત્યારે આની પહેલા માત્ર પરણિત મહિલાઓ જ ચાંદલો લગાવતી હતી. જયારે હવે ચાંદલાનો ટ્રેન્ડ યુવતીઓમાં પણ ખુબ વધી ગયો છે. ફક્ત આટલું જ નહીં પણ વિદેશોમાં  મહિલાઓ ચાંદલો લગાવતી થઈ ગઈ છે. આ બિઝનેસને માત્ર 12,000 રૂપિયાનું રોકાણ કરીને ઘરે બેઠા જ શરૂ કરી શકો છો.

મીણબત્તી બનાવવાનો બિઝનેસ:
આ બિઝનેસમાં સમયની સાથોસાથ ખૂબ ફેરફાર જોવા મળ્યો છે. આની પહેલા પણ મીણબત્તીનો ઉપયોગ લાઈટ જતી રહે તો અજવાળુ કરવા માટે કરાતો હતો. હવે જન્મદિન, ઘરો, હોટલોની સજાવટમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આવા સમયમાં મીણબત્તીની માંગ ખૂબ વધી ગઈ છે. જો તમે આ બિઝનેસને શરૂ કરવા માંગતા હો તો ઘરે બેઠા 10,000 રૂપિયા લગાવીને શરૂ કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…