મલ્ટીનેશનલ Amulકંપની આપી રહી છે નફો રળવાની સોનેરી તક- આ બિઝનેસ થકી કરો બમ્પર કમાણી, જાણો વિગતવાર

184
Published on: 10:27 am, Sun, 31 October 21

દિવાળી પહેલા જ જો તમારી પાસે કોઈ નોકરી ન હોય તો તમે આ રીતે બીઝનેસ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો. જો તમે કોઈ નોકરીની શોધમાં હો તો આપને એક એવા બિઝનેસ અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમાં આપને સૌપ્રથમ દિવસથી જ કમાણી થવા લાગશે.

ડેરી પ્રોડક્ટ બનાવતી અમૂલ કંપની સાથે હાલમાં બિઝનેસ કરવાનો ખુબ સારો મોકો મળી રહ્યો છે. અમૂલ ફ્રેન્ચાઇઝી ઓફર કરી રહી છે કે, જેમાં તમે ખુબ ઓછા રોકાણ સાથે બમણી કમાણી કરી શકો છો. અમૂલની ફ્રેન્ચાઇઝી લેવાના ઘણા ફાયદા છે.

આ બિઝનેસમાં નુકસાન ન થવાની શક્યતા રહેલી છે. આ લેખમાં અમે આપને અમૂલ ફ્રેન્ચાઈઝી કેવી રીતે શરૂ કરવી? તેમજ અનેકવિધ પ્રોડક્ટ પર અમૂલ કેટલું કમિશન આપે છે? અમૂલ પાર્લર શરૂ કરવા માટે કેટલી જગ્યાની જરૂર પડશે જેવી તમામ માહિતી આપીશું.

2 લાખ રૂપિયામાં શરૂ કરો બિઝનેસ:
અમૂલ કોઈ જ રૉયલ્ટી કે પછી પ્રૉફિટ શેરિંગ વિના જ ફ્રેન્ચાઇઝી આપી રહી છે. ફક્ત આટલું જ નહીં પણ અમૂલની ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ કઈ વધુ નથી. ફક્ત 2 લાખ રૂપિયાથી લઈને 6 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરીને બિઝનેસની શરૂઆત શરૂ કરી શકો છો.

બિઝનેસ શરૂ કરતાની સાથે જ ખુબ સારો એવો નફો રળી શકો છો. ફ્રેન્ચાઇઝી મારફતે દર મહિને અંદાજે 10 લાખ રૂપિયા સુધીનો વેપાર થઈ શકે છે. જો કે, તમે કઈ જગ્યાએ બિઝનેસ શરૂ કરો છો એના પર આ વાત ભાર રાખે છે. આપને જણાવી દઈએ કે, અમૂલ 2 પ્રકારની ફ્રેન્ચાઇઝી ઑફર કરે છે.

સૌપ્રથમ તો અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા તો અમૂલ કિયોસ્કની ફ્રેન્ચાઇઝી તેમજ બીજી અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર ફ્રેન્ચાઇઝી. જો તમે સૌપ્રથમ પ્રકારની ફ્રેન્ચાઇઝી શરૂ કરવા માંગતા હો તો ફક્ત 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે બીજા પ્રકારની ફ્રેન્ચાઇઝી માટે 5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે.

કમિશન કેટલું મળે છે?
અમૂલ આઉટલેટ લેવા પર કંપની અમૂલની અનેકવિધ પ્રોડક્ટ્સ પર મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે, MRP પર કમિશન આપે છે કે, જેમાં દૂધની એક થેલી પર 2.5% મિલ્ક પ્રોડક્ટ પર 10% તેમજ આઇસક્રીમ પર 20% કમિશન આપે છે. અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા પર રેસિપી બેઝ્ડ આઇસક્રીમ, શેક, પિઝા, સેન્ડવિચ, હૉટ ચૉકલેટ ડ્રિંક પર 50% કમિશન મળે છે.

જો તમે અમૂલ પાર્લર શરૂ કરવા માંગતા હો તો આની માટે 150 વર્ગ ફૂટ જગ્યા હોવી જોઈએ. જ્યારે અમૂલ આઇસક્રીમ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓછામાં ઓછી 300 વર્ગ ફૂટની જગ્યા હોવી જરૂરી છે. જો તમે અમૂલની ફ્રેન્ચાઇઝી લેવા માંગતા હો તો તમે retail@amul.coop પર ઈ-મેલ કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…