ખેતરમાં માત્ર એક વખત લગાવી દો આ છોડ અને પછી… જિંદગીભર બેઠાં-બેઠાં કરો મબલખ કમાણી

185
Published on: 4:24 pm, Tue, 26 October 21

કોરોનાકાળ બાદ જો હાલમાં પણ તમે એક એવા વ્યવસાયની શોધમાં છો કે, જ્યાંથી તમે ખૂબ ઓછા રોકાણમાં મોટી કમાણી કરી શકો તો અમે આપની માટે એક આવો જ બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ કે, જ્યાં તમે એકવખત રોકાણ કરીને આખી જિંદગી લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.

અમે આપને એક આવી જ ખેતી અંગે જણાવી રહ્યા છીએ કે, જ્યાં તમે એકવખત છોડ લગાવી લેશો તો આરામથી મોટી કમાણી કરતા થઈ જશો. હકીકતમાં તેજ પત્તાની ખેતી કરવાનો આ વ્યવસાય છે. આજકાલ બજારમાં તેજ પત્તાની ખુબ માંગ રહેલી છે.

આવા સમયમાં તેની ખેતી નફાકારક સોદો સાબિત થઈ શકે છે. તેજ પત્તાની ખેતી ખૂબ જ આસાન તેમજ ખૂબ જ સસ્તી છે. આની ખેતી કરવાથી ખેડૂતો ખુબ ઓછા ખર્ચે વધારે નફો મેળવી શકે છે. તેજ પત્તાનો ઉપયોગ અલગ-અલગ હેતુઓ માટે કરવામાં આવતો હોય છે.

સરકાર તરફથી આર્થિક સહાય મળે છે:
તેજ પત્તાની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે, રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા ખેડૂતોને 30% સુધીની સબસિડી મળી રહે છે. હવે આમાંથી આવકની વાત કરવામાં આવે તો તમાલપત્રના છોડમાંથી વાર્ષિક 5,000 રૂપિયાની કમાણી કરી શકાય છે. આવા ફક્ત 25 છોડમાંથી વાર્ષિક 1,25,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છે.

તમાલ પાનનો ઉપયોગ:
આપને જણાવી દઈએ કે, આ પાનનો ખાસ કરીને અમેરિકા તથા યુરોપ, ભારત સહિત અને ઘણા દેશોમાં ખોરાક તરીકે ઉપયોગ કરાય છે. તેઓ સૂપ, સ્ટયૂ, માંસ, સીફૂડ તથા વનસ્પતિ વાનગીઓમાં ઉપયોગમાં લેવાય છે. આ પાંદડા મોટાભાગે તેમના સંપૂર્ણ કદમાં ઉપયોગમાં લેવાય છે તેમજ પીરસતાં પહેલાં દૂર કરી દેવામાં આવે છે.

ભારત તથા પાકિસ્તાનમાં, આનો ઉપયોગ નિયમિતપણે બિરયાની તેમજ અન્ય મસાલેદાર વાનગીઓમાં તથા રસોડામાં ગરમ ​​મસાલા તરીકે કરવામાં આવે છે. આપણા ભોજનમાં ઉપયોગ થવા ઉપરાંત આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેટલાક દેશોમાં ઉત્પન્ન થાય છે. તેના મોટાભાગના ઉત્પાદક દેશો ભારત, રશિયા, મધ્ય અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ તથા ઉત્તર અમેરિકા અને બેલ્જિયમ રહેલા છે.

તમાલ પત્રની ખેતી:
જો તમારી નાની એવી જગ્યા હોય તો તમે પણ ખુબ આસાનીથી આની ખેતી શરૂ કરી શકો છો. આ ખેતી કરવા માટે, તમારે શરૂઆતના તબક્કામાં થોડી મહેનત કરવી પડશે. જેમ-જેમ તેનો છોડ મોટો થતો જશે તેમ તમારે ખુબ ઓછી મહેનત કરવી પડશે. જ્યારે છોડ ઝાડનો આકાર લે ત્યારે તમારે માત્ર વૃક્ષની સંભાળ લેવાની છે. આ ખેતીમાંથી તમે વર્ષે ખુબ સારી એવી આવક મેળવી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…