બસ અને કાર વચ્ચે અચનાક ટક્કર થતા બસમાં ભભૂકી ઉઠી ભીષણ આગ, 5 લોકો જીવતા ભડથું થયા

Published on: 5:14 pm, Wed, 21 September 22

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર અકસ્માતનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. જેમાં ઝારખંડના ધનબાદ-રાંચી હાઈવે પર બુધવારે સવારે ગંભીર અકસ્માત થયો છે. જેમાં 5 લોકો આગમાં ભડથું થઈ ગયા છે. ઘટના રજપ્પા પોલીસ સ્ટેશનના ક્ષેત્ર હેઠળ આવતા NH-23ના મુરુબંદા વિસ્તારની છે. અહીં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કાર અને બસની ટક્કર થઈ ગઈ અને કારમાં આગ લાગી ગઈ હતી.

આગ જોઈને બસમાં સવાર મુસાફરો બારીમાંથી કૂદીને ભાગી ગયા હતા. કારમાં સવાર 5 લોકોને તો નીકળવાની તક પણ ન મળી. ઘટનાના એક કલાક પછી ફાયરબ્રિગેડની ગાડી આગ પર કાબૂ મેળવવા પહોંચી, ત્યાં સુધી કારમાં સવાર 5 લોકો આગમાં ભડથું થઈ ગયા હતા. બસનો પણ અડધો ભાગ બળી ગયો છે. હજી સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.

આ અંગે ઘટનાસ્થળ પર હાજર ગ્રામીઓએ જણાવ્યું હતું કે, મહારાજા બસ ધનબાદથી રાંચી તરફ જઈ રહી હતી અને કાર રાંચી તરફથી આવી રહી હતી. કારની સ્પીડ ખુબ વધુ હતી. મુરુબંદા નજીક ડ્રાઈવરનું બેલેન્સ બગડતાં કાર રસ્તા પર લેફ્ટ એન્ડ રાઈટ થઈ રહી હતી. બસ-ડ્રાઈવર દ્વારા કારને બચાવવાનો ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કાર સાથે બસ-ડ્રાઈવરે પણ પોતાની સાઈડ બદલી પરંતુ કારની ઝડપ વધારે હોવાથી કાર પૂરપાટ ઝડપે બસ સાથે ટકરાઈ અને થોડી જ ક્ષણોમાં કારમાં આગ લાગી ગઈ હતી.

કારમાં સવાર લોકોને કારમાંથી નીકળવાની તક જ નહીં મળી. પરંતુ, બસના મુસાફરો એટલા ડરી ગયા હતા કે બારીમાંથી તેઓ કૂદીને ભાગ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી મૃતદેહોને કાઢવાનું કામ શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા હાલ મૃતકોની ઓળખ કાઢવામાં આવી રહી છે. ઘટના બાદ એ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો છે.

જાણવા મળ્યું છે કે, કારના રજિસ્ટ્રેશન નંબર પરથી મેળવેલી જાણકારી અનુસાર કાર બિહારના પટનાની છે. રામગઢ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, કાર(BR 01 BD 6318) આલોક રોશનના નામે રજિસ્ટર્ડ છે. તેનું સરનામું કંકડબાગમાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…