ઘણીવાર આવી નાની ભૂલ કોઈનું જીવન બરબાદ કરી શકે છે, તાજેતરમાં મહારાષ્ટ્રના અંબરનાથથી આવી જ એક ઘટના સામે આવી છે. આજના યુવાનો મનોરંજન માટે કંઈ પણ કરી શકે છે. પરંતુ આવી નાની ભૂલ જીવલેણ બની શકે છે. જન્મદિનના દિવસે જ ‘બર્થ ડે બોય’ સળગી ઉઠયો હતો.
જન્મદિવસ દરમિયાન એક નાની ભૂલ કરતા આગની ઝપટે ચડી ગયો અને ખરાબ રીતે દાઝી ગયો. રાહુલ નામના યુવકનો મંગળવારે જન્મદિવસ હતો. તે દરમિયાન તે તેના મિત્રો સાથે રાત્રે ઉજવણી કરી રહ્યો હતો. રાહુલને સરપ્રાઈઝ આપવા માટે, તેના મિત્રો ઇંડા અને લોટ લાવ્યા. પરંતુ રાહુલને ખબર નહોતી કે તેનો જન્મદિવસ ઉજવવો તેને મોંઘો પડશે.
View this post on Instagram
મિત્રો દ્વારા યોજવામાં આવેલી આ પાર્ટીમાં, બડે બોય રાહુલે જેવી કેક કાપી, તેના મિત્રોએ તેના મોઢામાં સળગતી કેન્ડલ મૂકી દીધી હતી. ત્યારબાદ મિત્રોએ મોઢા પર ઈંડા ફેક્યા અને લોટ નાખ્યો. જેના કારણે મોઢામાં રહેલી સળગતી કેન્ડલના કારણે, ભયંકર આગ પકડી લીધી હતી અને રાહુલનુ શરીર દાઝી ગયું હતું. ઘટના સર્જાતા જ લોકો એ જેમ તેમ કરીને આગ પર કાબુ મેળવ્યો અને તાત્કાલિક રાહુલને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
લોટ એક જલનશિલ પદાર્થ કહેવાય છે. રાહુલના મોઢામાં રહેલી કેન્ડલમાંથી નીકળેલા તણખલાંને કારણે રાહુલ સળગી ઉઠયો હતો. રાહુલ પર લોટ નાખનાર મિત્રએ જ રાહુલને હોસ્પિટલ મોકલ્યો હતો. રાહુલને બીજી કોઈ ગંભીર ઇજાઓ તો નથી થઈ, પરંતુ સ્વસ્થ થતા ઘણો સમય લાગી શકે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…