
સોસીયલ મીડિયામાં અવારનવાર ચોંકાવનારા વીડિયો વાયરલ થતા રહે છે, હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. જેમાં કોઈપણ ચાલક વગર ઉભા રોડે ગાડી ચાલી રહી છે. જી હા! સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘણા વિડીયો દિલ જીતી લે છે પરંતુ ઘણા વિડીયો હૃદય પણ કંપાવી દે છે.
હાલ આવો જ એક વિડીયો પુણેમાંથી સામે માંથી આવ્યો છે. વીડિયોમાં સાફ-સાફ દેખાઈ રહ્યું છે કે, એક રોડ ઉપર કોઈપણ વ્યક્તિ બાઈક ઉપર સવાર થયા વગર બાઈક આપમેળે રોડ ઉપર દોડી રહી છે, અને થોડે દૂર વળાંક પણ લે છે.
મળતી માહિતી અનુસાર આ વિડીયો પુણેના નારાયણ ગામનો છે. એક તરફ આખો રોડ વાહનોથી ભરેલો હતો અને બીજી બાજુ કોઈપણ ચાલક વગર આ રોડ ઉપર બુલેટ આવે છે. લોકો આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યા હતા. જોતજોતામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. છેવટે હકીકત સામે આવી કે કોઈ અકસ્માત દરમિયાન આ બુલેટ ચાલક વગર જ રસ્તા ઉપર દોડવા લાગ્યું હતું.
અકસ્માતમાં બાઈકચાલક નીચે પડી ગયો હતો અને બુલેટ તેની જાતે ઉભા રોડે દોડવા લાગ્યું હતું. સાથે સાથે આ બુલેટ રોડ પર કારણ રહેતું પણ નજરે ચડે છે અને કારણ લેતાં જ બુલેટ સાઈડમાં પડી જાય છે. સોસીયલ મીડિયામાં આ વિડીયો આવતા લોકોમાં ડરનો માહોલ અને અફરાતફરી મચી હતી. પરંતુ હકીકત તો એ પ્રકારે હતી કે અકસ્માતમાં બાઈકચાલક નીચે પડી જાય છે અને બુલેટ આપમેળે રસ્તા ઉપર દોડવા લાગે છે.