ઓડીશાથી “સફેદ જાંબુ”ના 300 રોપા લાવી એક એકરમાં વાવ્યા, એક કિલોના ભાવ જાણી તમે પણ હેરાન થઇ જશો

172
Published on: 1:21 pm, Tue, 21 June 22

મહારાષ્ટ્રમાં પુણે જિલ્લાના ઈંદાપુર તાલુકાના સરાફવાડી ગામમાં ખેડૂત ભરત લાલગેએ નવો પ્રયોગ કરીને સફેદ જાંબુનો પાક ઉગાડ્યો છે. અગાઉ ઓડિશામાં સફેદ જાંબુના વૃક્ષો દેખાતા હતા. આ નવા રંગીન ફળનો સ્વાદ હવે મહારાષ્ટ્ર અને અન્ય વિસ્તારના લોકો પણ ચાખી રહ્યા છે. ખેડૂત ભરત લાલગે ઓડિશાથી સફેદ જાંબુના 300 રોપા લાવ્યા હતા અને તેને 2019માં એક એકરમાં વાવ્યા હતા. ત્રણ વર્ષ પછી હવે વૃક્ષો પર ફળો આવવા લાગ્યા છે.

હાલ જાંબુની લણણી શરૂ થઈ ગઈ છે. હવે આ ફળો પૂણેના ફ્રૂટ માર્કેટમાં 450 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. આ અંગે ખેડૂત લાલગેએ જણાવ્યું કે, તેમની પાસે 23 એકર જમીન છે. જેમાં તે દાડમ અને દ્રાક્ષની વાવણી કરે છે. પરંતુ, તાજેતરમાં દાડમને અનેક રોગોની અસર થઈ છે અને ખરાબ હવામાનને કારણે દ્રાક્ષને નુકસાન થઈ રહ્યું છે.

ત્યારબાદ તેઓ ઓડિશાથી સફેદ જાંબુના 300 રોપા લાવ્યા અને તેનું વાવેતર કર્યું. હવે તેઓ સારા નફાની અપેક્ષા રાખી રહ્યા છે. ખેડૂત ભરતનું કહેવું છે કે, આ પાક ઓછા પાણીમાં અને ઓછા ખર્ચે ઉગાડવામાં આવ્યો છે અને તેને વિશ્વાસ છે કે તેનાથી તેને સારી ઉપજ અને નફો મળશે.

વાસ્તવમાં, સામાન્ય રીતે જાંબુ ખાવાથી તમારી જીભનો રંગ જાંબલી થઈ જાય છે. સ્વાદ અને આકારમાં સામાન્ય જાંબુ જેવી દેખાતા સફેદ જાંબુમાં વધુ ઔષધીય ગુણો હોવાની માહિતી પર્યાવરણ નિષ્ણાતો આપી રહ્યા છે. તેથી તેની માંગ હવે વધી રહી છે.

પર્યાવરણ નિષ્ણાંત ડો.મહેશ ગાયકવાડે જણાવ્યું હતું કે, બદલાતા સમય અને બદલાતી ઋતુની સાથે ખેડૂતો હવે નવા ફળો ઉગાડી રહ્યા છે. સફેદ જાત ઓડિશાની છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે કુદરતી ઔષધીય ગુણોથી ભરપુર છે. એક મહિના સુધી જાંબુ ખાવાથી શરીરમાં સુગરની માત્રા નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…