ગોંડલમાં રમતા-રમતા પાણીના ખાડામાં ડૂબી જતા પરિવારના બંને ભાઈ-બહેનના દુઃખદ મોત

183
Published on: 9:16 pm, Wed, 6 October 21

ગોંડલ(ગુજરાત): હાલમાં ગોંડલ(Gondal)માંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે અઆવ્યો છે. જેમાં તાલુકાના માંડણકુંડલા(Mandankundla) ગામે છૂટક મજૂરીકામ કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના ભાઈ-બહેન(brother-sister)ના પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત નિપજયા હતા. આ બનાવના પગલે મૃતક બાળકોના પોસ્ટમોર્ટમ(Postmortem) પણ કરવામાં આવ્યા નથી અને તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે મનુભાઈ છગનભાઈ સખીયાની વાડી પાસે રાવરીની જમીનમાં ઝૂંપડી બાંધીને રહેતા અને છુટક મજૂરીકામ કરતા બટાસિંગ રૂમાલસિંગ દાવર મૂળ રહેવાસી તાલુકો બરવાની મધ્યપ્રદેશ વાળાની પુત્રી નિમિલા(12) તેમજ સલીમ(9) સાંજના અરસામાં રમતા-રમતા ઝુંપડીની બાજુના પાણીના ખાડામાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.

આ ઘટનાના પગલે બૂમાબૂમ થઈ જતા ગ્રામજનો દોડી અવાય અને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં બનાવ અંગે તાલુકા પોલીસ મથકને જાણ પણ કરવામાં આવી ન હતી અને મૃતક બાળકોના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યા ન હોવાથી મૃતક બાળકોના વાલીઓ મૃતદેહ સાથે વતન જવા નીકળી ગયા હોવાથી તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ અંગે શિવરાજગઢ માંડણ કુંડલાના સમાજ સેવક ચંદ્રેશભાઇ પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે, બંને મૃતક બાળકોની માતાએ દસ દિવસ પહેલાં જ નવજાત સંતાનને જન્મ આપ્યો હતો. ચાર સંતાનોના હસતા રમતા પરિવારમાં અચાનક બે બાળકોના મોત થતા શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…