લગ્નમાં ફેરા દરમિયાન કન્યાએ પાછળથી વરરાજા સાથે કર્યું આવું કે… – ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે વિડીયો

Published on: 3:33 pm, Mon, 28 December 20

સોશિયલ મીડિયા (Social Media) પર લગ્ન (Wedding) દરમિયાનનો એક વીડિયો (Viral Video) વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસી પડશો. ગુરુદ્વારામાં ફેરા દરમિયાન કન્યાએ એવું કંઇક કર્યું કે, ત્યાં હાજર લોકો હસી પડ્યાં.

લગ્ન દરમ્યાન બન્યું એવું કે, કન્યાએ વરરાજાના કપડા પાછળથી ખેંચી લીધાં (Bride Pulls Groom Cloths While Preparing For Phere) અને . આઈપીએસ અધિકારી દિપંશુ કબરાએ (IPS Officer Dipanshu Kabra) વીડિયો શેર કર્યો છે. રમૂજી કેપ્શંસ પણ લખ્યા છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, ગુરુદ્વારામાં વર-કન્યા ફેરા લઇ રહ્યા છે. વરરાજા ખોટી દિશા તરફ આગળ વધે છે. પછી કન્યા પ્રેમથી વરને પાછળની તરફ ખેંચે છે અને તેને બીજી બાજુ જવાનું કહે છે. આ જોઈને તેઓ હસવા લાગ્યા. વીડિયો શેર કરતી વખતે આઇપીએસએ કેપ્શનમાં લખ્યું કે, ‘સાચ્ચા લાઇફ પાર્ટનર હંમેશા તમને સાચો રસ્તો બતાવે છે.’

આ વીડિયો દીપંશુ કબરા દ્વારા 14 ડિસેમ્બરની સવારે શેર કરવામાં આવ્યો છે, જે હવે કલાકોમાં 4 હજારથી વધુ વ્યૂઝ મેળવી ચુક્યા છે. વળી એક હજારથી વધુ લાઈક્સ અને અનેક રિ-ટ્વીટ કરવામાં આવી છે. લોકો આ વિડિઓને ખૂબ આનંદમાં જોઈ રહ્યાં છે. લોકોએ ટ્વિટર પર આવી પ્રતિક્રિયા આપી છે.