
સાળંગપુર હોળી(Salangpur Holi Celebration): ગુજરાત રાજ્યમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા બરવાળા ગામ નજીક આવેલા સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે. હનુમાનજી સાળંગપુરધામમાં સાક્ષાત વિરાજમાન છે.
હનુમાનજીનું આ મંદિર 200 વર્ષથી પણ વધારે જુનું છે. સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા આ મંદિરમાં કષ્ટભંજન દેવ ની મૂર્તિ દ્વારા બનાવવામાં આવી હતી.
સાળંગપુરમાં દાદાના દરબારમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધુળેટીની અતિભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, દાદાને અર્પણ કરાયેલાં 25 હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો. આ રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી હતી. આ રંગોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો દાદાના રંગે રંગાયા હતાં.
3 કિલોથી વધુ રંગથી ભરેલી લોખંડની પાઇપને બ્લાસ્ટ કરીને આ કામ કરવામાં આવ્યું હતું. આ રંગ આકાશમાં 70 ફૂટ સુધી ઉડતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, મંદિર પરિસરમાં 25 હજારથી વધુ અલગ-અલગ ચોકલેટ પણ હરિભક્તો પર ઉડાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સાળંગપુરના હનુમાનજી મંદિર દ્વારા રંગોત્સવની વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. આજે દાદાને રંગ અને પિચકારી અર્પણ કરવામાં આવી છે. ધુળેટીના દિવસે દરેક ભક્તો પ્રસાદીના રંગે રંગાયા હતા. રંગ આકાશમાં 70 ફૂટથી વધુ ઊંચાઈએ ઉડ્યો હતો અને પરિસરમાં સુંદર નજારો જોવા મળ્યો હતો.
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આજે પૂર્ણિમા અને ધુળેટીના દિવસે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને પંચરંગી વાઘા સહિત માટલી અલગ-અલગ ફૂલ અને પાનનું ડેકોરેશન પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત, દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવી હતી.
બોટાદ ખાતે આવેલ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 7 માર્ચના રોજ સવારે આઠ વાગ્યે ભવ્ય રંગોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 25,000 કિલો ઓર્ગેનિક કલર સાથે 250 કલરના હવામાં બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલેખનીય છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા 25 હજાર કિલો ઓર્ગેનિક રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે. આ રંગોત્સવમાં રંગના 250 બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. ભક્તોએ જાય શ્રી રામના નારા લગાવ્યા હતા.
આ ઉપરાંત, સાળંગપુર હનુમાનજી મંદિર ભક્તિ ગીતોથી તરબોળ થઇ ગયું હતું. હનુમાનજીના ભજન પર લોકો ઝૂમી ઉઠ્યા છે. દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને 50 હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા.
10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા, આ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા. દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા. 60 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો.
મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 250 બ્લાસ્ટ ઉપરાંત 100 ફૂટ ઊંચા 120 કંકુના બ્લાસ્ટ કરાયા,તો 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો. રંગોની સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…