આણંદનો ફક્ત 3 વર્ષીય આ બાળક ધરાવે છે ગજબ યાદશક્તિ: ‘ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બુક’ માં મળી ચુક્યું છે સ્થાન

Published on: 6:16 pm, Mon, 6 February 23

બુદ્ધિ ચાતુર્ય, યાદશક્તિ તથા સામાન્ય જ્ઞાન યુવાનો તેમજ વડીલોની ખુબ જ તિવ્ર હોય એવું નથી. બોરસદમાં 3 વર્ષની આયુ ધરાવતો બાળક મોટા લોકોને પણ ટપી જાય તેવો કુશાગ્ર છે. કોઇપણ વસ્તુ એકવખત બતાવ્યા પછી તેની ઓળખ કરવી તેના માટે રમતની વાત છે.

કેટલાય દેશોના રાષ્ટ્રધ્વજ, અનેકવિધ રાષ્ટ્રોની રાજધાની, નદીઓ, પર્વતોના નામ હોય અથવા તો અન્ય કઇપણ હોય આ બાળક તેને એક જ સેકન્ડમાં ઓળખી બતાવે છે. તેની આ કુશાગ્ર બુધ્ધિ શક્તિ માટે ‘ઇન્ડિયા રેકોર્ડ બુક’ માં સ્થાન પ્રાપ્ત થયું છે.

મૂળ પાલીતાણા તેમજ હાલમાં બોરસદમાં રહેતા બેન્ક મેનેજર મનિષ ચુડાસમા તેમજ માતા પૂર્ણા ચુડાસમાના 3 વર્ષના પુત્ર વેદાંતની વાત કરવા જઈ રહ્યા છીએ. વેદાંતની ખૂબી એ છે કે, તેની યાદ શક્તિ ખુબ તિવ્ર છે. એકવાર તેને કોઈ વસ્તુ અથવા તો ચિત્ર બતાવો એટલે તેને એ ઝડપથી યાદ રહી જાય છે.

એક બે કે ત્રણ નહીં પણ બેતાલીસ દેશના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવી છે. રાજ્યના 24 મુખ્ય તથા ખ્યાતનામ સ્થળો, સોલાર રિલેટેડ ઉપકરણો, 20 અનેકવિધ પ્રાણીઓ, 5 વૈજ્ઞાનિકો, 25 અલગ-અલગ પ્રવૃતિઓ તથા દેશના રાજ્યો તેમજ તેની રાજધાનીના નામ કડકડાટ બોલે છે.

વેદાંતના માતાના જણાવ્યા પ્રમાણે ફક્ત 5 માસનો હતો ત્યારથીજ અમે તેના ગુણો પારખી ગયા હતા. તેના પિતા તેની આ પ્રવૃત્તિને સતત આગળ ધપાવવાની ખેવના ધરાવે છે. આની સાથે જ તેમનું સ્વપ્ન તેમના દીકરાને “કૌન બનેગા કરોડ પતિ” શોમાં ભાગ લેતો જોવાનું છે.

દીકરો 5 મહિનાનો હતો ત્યારે એની શકિત પારખી ગયા હતા: માતા
વેદાંતના માતા પૂર્ણાબેનના જણાવ્યા પ્રમાણે વેદાંત 5 મહીનાનો હતો ત્યારથી જ તે અન્ય બાળકોમાં રહેલ શકિતથી જુદી શકિત ધરાવતો હતો. તેની ચેષ્ટા અલગ હતી જેથી માતા તેના ગુણો પારખી ગયા હતા. હાલમાં તો વેદાંતે ફક્ત 3 વર્ષની ઉંમરમાં ‘ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બુક’ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…