ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા આ વ્યક્તિ, અમેરિકા જઈ રાતોરાત બની ગયા અબજોપતિ

143
Published on: 11:52 am, Wed, 1 September 21

“સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય”, “કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી હોતો અને કરેલો પરિશ્રમ ક્યારેય એડે નથી જતો” – આ તમામ વાતો હાલ અમેરિકામાં વસતા મૂળ ભારતીય એવા જય ચૌધરીએ સાચી સાબિત કરીને બતાવી છે. ગયા વર્ષે દરેક ટીમને વૈશ્વિક સ્તરે સૌથી ધનવાન ભારતીય ગણાવ્યા હતા. ફોબ્સે પણ 3.6 અબજ ડોલરની નેટવર્ક ધરાવતા આ વ્યક્તિને અમેરિકાના 225 માં સૌથી ધનવાન વ્યક્તિ ગણાવ્યા હતા.

હિમાચલ એક નાનકડા ગામમાં જન્મેલા જય ચૌધરી અમેરિકામાં અબજોપતિ બનવા ની સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. નાનકડા ખેડૂતના પરિવારમાં જન્મેલા જય ચૌધરીના ગામમાં વીજળી તેઓ આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે આવી હતી. તેમણે દસમું ધોરણ પાસ કર્યું ત્યારે તો ઘરે પાણીનો નળ આવ્યો હતો.જ્યારે તેઓ બારમા ધોરણમાં ભણતા હતા ત્યારે પહેલી વાર કારમાં બેઠા હતા. જ્યારે તેઓ અમેરિકા માસ્ટર્સ કરવા ગયા ત્યારે પહેલીવાર પ્લેનમાં બેસવા મળ્યું હતું.

નાનપણથી જ ભણવામાં અતિ તેજસ્વી એવા જય ચૌધરી માં શિક્ષકોએ પણ ખાસ રસ લેવાનું શરૂ કર્યું હતું. ધોરણ પાસ કર્યા બાદ તેઓ પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ કરવાનું વિચારતા હતા પરંતુ કોઈ શિક્ષકે તેમને IIT એડમિશન લેવાનું કહ્યું છેક તે વખતે જય ચૌધરીને આવી પણ કોઈ એક શૈક્ષણિક સંસ્થા અસ્તિત્વ ધરાવે છે એવી ખબર પડી હતી. જય ચૌધરી IIT મા પણ ટોપ આવ્યા અને માસ્તર કરવા અમેરિકાની યુનિવર્સિટીમાં એપ્લાય કર્યું.

અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીએ તેમને સ્કોલરશીપ ઓફર કરી અને ટાટા ગ્રુપ દ્વારા તેમને ફ્લાઈટનો ખર્ચો પણ આપવામાં આવ્યો. આ રીતે તેઓ અમેરિકા પહોંચ્યા જય ચૌધરી જણાવ્યું છે કે, નસીબ કહોતો નસીબ પરંતુ એ વખતે ઘણી બધી સારી વસ્તુઓ એ એક સાથે જીવનમાં અવતાર લીધો. માસ્ટર્સ બાદ તેમણે ibm સહિત કેટલીક કંપનીમાં કામ કર્યું. ઓગણીસો 90-1990માં ઇન્ટરનેટ નો ફેલાવો થતા ઘણા સફળોએ જન્મ લીધો હતો.

આ સમયે તેમણે ઇન્ટરનેટ સિક્યુરિટીના ક્ષેત્રે કંઈક કરવાનું નક્કી કર્યું. જોકે તેમને પોતાના સ્ટાર્ટઅપ માટે ફંડ મળ્યું. આખરે તેમની પત્ની તેમની મદદે આવ્યા અને પોતાની બધી બચત ખર્ચી નાખી અને જય ચૌધરીને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પ્રેરણા આપી. જઈ ચૌધરીના પત્નિ જ્યોતિ કલકત્તા આઇઆઇએમમાંથી ફાઇનલ્સમાં એમબીએ થયેલા છે.

જીસ્કેલર ગયા વર્ષે માર્ચમાં અમેરિકાના શેરબજારમાં લિસ્ટેડ થઇ હતી. પહેલા જ દિવસે શહેરમાં 106 ટકાનો ઉછાળો આવ્યો હતો. તે દિવસની ક્લોઝિંગ પ્રાઇઝથી હજુ સુધી શેરે ૫૦ ટકા થી વધારે રિટર્ન આપ્યું છે. શેરબજારમાં કંપનીનું માર્કેટકેપ 6 અબજ ડોલર છે

જય દસ વર્ષ પહેલાં જીસ્કેલર કંપનીની શરૂઆત કરી હતી. આના પહેલા તેમણે ચાર સ્ટાર્ટઅપ વેચ્યા હતા. તેમણે સિનસિનાટી યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર કર્યું છે. તેઓ આવડ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરી ચુક્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…