દેશની સેવા કરીને પ્રાણ ન્યોછાવર કરે તે પહેલા જ અકસ્માતમાં બન્યો કાળનો કોળીયો, આર્મીની તૈયારી કરતા યુવકને કારે કચડતા કરુણ મોત 

Published on: 2:43 pm, Tue, 13 September 22

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં આર્મીમાં જવા માટે જાહેર માર્ગ પર દોડની પ્રેક્ટિસ કરી રહેલા રાજસ્થાનના યુવકને એક ગાડીએ કચડયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં છે. રસ્તા પર બેકાબૂ દોડતા વાહનો વચ્ચે સુવિધાના અભાવે હવે કેટલાક વિદ્યાર્થીઓ માટે આવી પ્રેક્ટિસ કરવી મુશ્કેલ બની રહી છે. તેવામાં દિવસ-રાત કામ કરતા આવા વિદ્યાર્થીઓનો જીવ હંમેશા જોખમમાં રહે છે.

આવા જ એક યુવકનું શનિવારે સવારે ભરતપુરમાં મોત થયું હતું. તેવામાં એક માસ પહેલા લગ્ન થયેલ યુવક સવારે રનીંગ પ્રેક્ટીસ કરી રહ્યો હતો. તે તેના મિત્રો સાથે બહાર ગયો હતો પરંતુ માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. હાલ તેની પત્ની પણ આઘાતમાં છે અને ઘણી ભાવુક થઈ ગઈ છે.

શનિવારે રાબેતા મુજબ દેવેન્દ્રના પિતા રામહેતીએ તેમના પુત્ર દેવેન્દ્રને સવારે 4 વાગ્યે જગાડ્યો. કહ્યું- દોડીને આવ. દેવેન્દ્ર બરખેડા ગામના અન્ય કેટલાક યુવકો સાથે રોડ પર ગામ તરફ દોડી રહ્યો હતો. તે 2 કિમી પણ ગયો નહોતો કે પાછળથી આવતા અજાણ્યા વાહને દેવેન્દ્રને રોડ પર કચડી નાખ્યો.

જાણવા મળ્યું છે કે, દેવેન્દ્રના લગ્ન 38 દિવસ પહેલા 10 મેના રોજ થયા હતા. ઘરમાં નવી વહુ શિવવતીનું આગમન થતાં આનંદનો માહોલ છવાયો હતો. હજી તો શિવવતી પરિવારના સભ્યોને સમજી રહી હતી કે, શનિવારની સવાર તેમના માટે શોક લઈને આવી. શિવવતીની હાલત અત્યારે ખુબ ખરાબ છે. હજી એક મહિના પહેલા તેણે દેવેન્દ્ર સાથે ફેરા ફર્યા હતા.

શિવવતીના સપનાઓ પણ દેવેન્દ્રની દોડમાં તૂટી ગયા હતા. તે પણ ઈચ્છતી હતી કે, તેનો પતિ સેનામાં જોડાય. મળતી માહિતી મુજબ, દેવેન્દ્રના પિતા પંચરની દુકાન ચલાવે છે. તેના બે મોટા ભાઈઓ મજૂરી કામ કરે છે. હવે તેમના મૃત્યુ બાદ ઘરમાં જાણે અંધાધૂંધી છવાઈ જવા પામી છે. સવારે 4:30 વાગ્યાની આસપાસ અકસ્માત થયો.

ટક્કર મારીને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં તેને પહાડી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દેવેન્દ્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા પરિવારજનો દ્વારા દેવેન્દ્રના મૃતદેહને બરખેડા રોડ પર મૂકીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…