
માર્કેટમાં સફરજનની કેટલીક પ્રજાતિયો જોવા મળે છે. જેમાંથી વધારે સફરજન લાલ અને લીલા રંગના હોય છે. પરંતુ શું તમે કાળા રંગના સફરજન વિશે સાંભળ્યુ છે. તિબેટના કેટલાક ભાગોમાં કાળા સફરજનની ખેતી થાય છે. જેની ડિમાંડ પુરી દુનિયામાં છે. ઘેરા રીંગણ કલરના આ સફરજનને બ્લેક ડાયમંડ એપ્પલ પણ કહેવામાં આવે છે.
આ દુર્લભ સફરજન ખૂબ જ ઓછી જગ્યા પર જોવા મળે છે. તિબેટની પહાડિયો પર ઉગાડેલા આ સફરજન એટલા ઘેરા હોય છે કે, જોવા પર તે કાળા રંગના દેખાય છે. સમુદ્ર તટથી લગભગ 3100 મીટરની ઉંચાઈ પર આ સફરજનની ખેતી કરવામાં આવે છે. વધારે ઉંચાઈના કારણે જે જગ્યા પર તે સફરજનને ઉગાડવામાં આવે છે, ત્યાં દિવસ અને રાતના તાપમાનમાં ઘણુ અંતર હોય છે.
દિવસમાં પડનારી અલ્ટ્રા વાયોલેટ કિરણોના કારણે આ સફરજનોનો રંગ કાળો થઈ જાય છે. આ સફરજન માત્ર તિબેટની પહાડીઓ પર જ ઉગાડવામાં આવતા હોવાથી આ સફરજન અદ્ભૂત છે. અંહિ તેને હુઆ નિયૂ (Hua Niu)ના નામથી ઓળખવામાં આવે છે. તેને ચાઈનીઝ રેડ ડિલિશિયસ પણ કહેવાય છે. તે તેના નામને અનુરૂપ એકદમ કાળુ પણ નથી હોતુ પરંતુ તે ડાર્ક પર્પલ રંગનુ હોય છે.
તેની ખાસ વાત એ છે કે, તે મધ કરતા પણ વધારે મીઠા હોય છે. આ સફરજનોની ખેતીનો કમાલ વર્ષ 2015થી શરૂ થયો છે. આ સફરજનોની સૌથી વધારે વેંચાણ બેઈજીંગ, શાંઘાઈ, ગૂઆંગજો અને શેન્જેનના બજારોમાં છે. એક સફરજનની કીંમત લગભગ 500 રૂપિયા સુધી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…