ઘરમાં લાલ અને કાળી કીડીઓનું હોવું આપે છે આ સંકેત- જો તમારા ઘરમાં પણ હોય તો…

154
Published on: 9:20 am, Wed, 20 October 21

ઘણીવાર આપણને ઘરમાં અથવા તો આપણા કામ કરવાની જગ્યાએ લાલ અથવા તો કાળી કીડીઓ અવારનવાર જોવા મળતી હોય છે ત્યારે હાલમાં અમે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જેને જાણીને આપને જરૂરથી નવાઈ લાગશે. કેટલાક જ્યોતિષોનું માનવું છે કે, આપણી આજુબાજુમાં બનતી રહેતી ઘટનાઓ સાથે સંકેત જોડાયેલા  છે. આવો જાણીએ વિગતવાર…

કીડીઓનું નિકળવું શું સંકેત આપે છે?
ભવિષ્યમાં થનાર વાતોનો સંકેત એ લોકોને પણ મળતો હોય છે કે, જેમની સિક્સ્થ સેન્સ ખૂબ કામ કરતી હોય છે. આ સિલસિલામાં વાત હવે ઘરોમાં અમુકવાર નિકળતી કીડીઓની વાત કરીએ તો જો તમારા ઘરમાં કીડીઓ નિકળી રહી હોય તો તે તમારા જીવનમાં આવનાર ઘટનાનો સંકેત આપી રહી છે.

જો તમારા ઘરમાં કાળી કીડીઓ જોવા મળે તો ખુશ થઈ જાશો, હકીકતમાં એવું માનવામાં આવે છે કે, આમ થવા પર ભવિષ્યમાં તમારી સુખ-શાંતિમાં વધારો થશે જયારે કાળી કીડીઓને તમારા એશ્વર્યને વધારવા સાથે પણ જોડાવામાં આવી રહી છે.

કાળી કીડીઓને ભોજન ખવડાવવું ખૂબ જ શુભ હોવાનું માનવામાં આવે છે. જો ચોખાથી ભરેલા વાસણમાં કીડીઓ આવી રહી હોય તો તે શુભ સંકેત રહેલા હોય છે. થોડાક જ દિવસોમાં તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે તેમજ કાળી કીડીઓ ભૌતિક સુખવાળી વસ્તુઓ માટે શુભ હોવાનું મનાય છે.

લાલ કીડીઓ દેખાય તો થઈ જજો સાવચેત:
જો તમારા ઘરમાં ક્યાંય પણ લાલ રંગની કીડીઓ દેખાઈ આવે તો સાવધાન થઈ જાજો. લાલ કીડીઓ અશુભ સંકેત આપતી હોવાનું માનવામાં આવે છે. ભવિષ્યની પરેશાનિઓ, વિવાદ, ધનનો ખર્ચ થવાનો સંકેત પણ કીડીઓ આપતી હોય છે. લાલ કીડીઓ તમારા ઘરે આવી રહી હોય તો કોઈ અશુભ થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…