સો-સો સલામ છે આ  જગતના તાતને! 20 લાખના ખર્ચે 2500 માટલાથી બનાવ્યો પક્ષીઓનો આશરો

202
Published on: 5:17 pm, Mon, 10 January 22

હાલમાં વધી રહેલી મોંઘવારી સામાન્ય જનતા પર જાણે બોજ બની ગઈ છે. આ મોંઘવારીમા લોકોને પરબ માટે બે પાણીનાં માટલા મુકવાના હોઈ તોય વિચાર કરે છે. ત્યારે નવી સાંકળી ગામના ખેડૂત ભગવાનજી ભાઈએ પંખીઓ માટે રૂપિયા 20 લાખના ખર્ચે 2500 માટલાનું અદ્દભૂત પંખીધર બનાવ્યું છે. એક દિવસ ભગવાનજી ભાઈ પોતાની વાડીએ બેઠા હતાં. ત્યારે વિચાર આવ્યો કે, શિયાળો, ઉનાળો કે પછી ચોમાસામાં માણસ તો પોતાની રહેવાની વ્યવસ્થા કરી લેશે. પરંતુ અબોલ મુંગા પંખી નુ શુ થતું હશે? તેવો વિચારો કરતા તેમને થયું કે, મારે આ મુંગા અબોલ પંખીઓ માટે કંઈક કરવું જોઈએ જેથી તેમણે પંખીનાં ઘર માટે વાડીએ બેઠા બેઠા પોતાની કોઠાસુજ મુજબ આકર્ષક ડિજાઇન બનાવીને પંખીઓ માટે માટલા ઘર બનાવ્યું છે.

જણાવી દઈએ કે, ભગવાનજી ભાઈએ કોઈ પણ પાસે એક પણ રુપિયો લીધા વગર પંખીનાં રહેવા માટે પંખી ઘર બનાવવાનું શરુ કર્યું. જેમાં તેમણે 2500 પાકા માટલા બનાવડાવ્યા. માટલા પણ પાકા જે ક્યારેય તૂટે નહીં તેવા માટલા બનાવી તને ગ્રામ પંચાયતે આપેલા પ્લોટમા પોતાની કોઠા સુજ મુજબ કામ શરૂ કર્યું હતું. જેમાં અસલ ગેલવેનાઈઝનાં બોરનાં પાઇપથી ગોળ આકારની માટલા રાખવા માટે બાઉનડરી બનાવી જેમાં માટલા બાંધવા માટે સ્ટીલનો વાળાનો ઉપયોગ કર્યો હતો.

ભગવાનજીભાઈએ પોતે અને તેમના પુત્રો તેમજ ગ્રામજનો અને મિત્રો દ્વારા માટલા ડિઝાઇન મુજબ માટલા રાખવાનું શરૂ કર્યું અને 1 વર્ષની ભારે જહેમત બાદ જાણે કે, મહેનત સફળ થઈ હોઈ તેમ અદભુત 2500 માટલાનું અદભુત પંખી ઘર તૈયાર થયું ત્યારે ગુજરાતમાં ક્યાય નો હોય તેવું પ્રથમ પંખી માટે માટલાનું પંખી ઘર તૈયાર થયું છે. ભગવાનજી ભાઈએ માટલા ઘરની અંદર પંખી માટે મા અમરનાથ ગુફા પણ બનાવી છે.

જાણવા મળ્યું છે કે, અહી ભગવાન શિવની સ્થાપના કરવામાં આવશે. આ મંદિર ફક્ત પંખી માટે જ બનાવવામા આવ્યું છે. ભગવાન ભાઈએ પંખીને ચણ અને પાણી માટે કુંડા પણ બનાવ્યા છે આ બધું બનાવવામા તેમણે 20 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ભગવનભાઈના જણાવ્યા અનુસાર, માણસ તો પોતાનું બધું કરી લેશે પણ આ અબોલ પંખી માટે લોકો ગામે ગામ આ રીતના પંખી ઘર બનાવે તો આ માટલાનાં પંખી ઘરમાં 10 દસ હજારથી વધુ પંખી પરિવાર આરામથી રહી શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…