રાજકોટ હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા પિતાની નજર સામે જ ફક્ત 13 વર્ષીય દીકરાએ લીધા અંતિમ શ્વાસ

178
Published on: 6:49 pm, Mon, 25 October 21

માર્ગ અકસ્માતની કેટ-કેટલીય ઘટનાઓ રાજ્યમાંથી અવારનવાર સામે આવતી રહેતી હોય છે. અનેક પરિવારો બેઘર બની જતા હોય છે. કેટલાક પરિજનોને પોતાના પ્રિય સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આવી જ અન્ય એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના રાજ્યના રાજકોટ શહેર નજીકથી સામે આવી છે.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર પાસેથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે કે, જેમાં વાંકાનેરમાં આવેલ રાતડીયા ગામમા રહેતા શામજીભાઇ મેર પોતાના 13 વર્ષીય દીકરા સુમિતની સાથે ત્રિપલ સવારી પર જઈ રહ્યા હતા. આ સમયે ટ્રકે પાછળથી બાઇકને અડફેટે લેતા ત્રણેય રોડ પર પટકાયા હતા.

દુખની વાત તો એ છે કે, આ ઘટનામાં પિતાની નજર સામે જ 13 વર્ષના સુમિતનું મોત થયું હતું. અકસ્માત સર્જ્ય પછી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો કે, જેના વિરુદ્ધ હાલમાં પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરુ કરી દેવામાં આવી છે તેમજ આગળ હવે શું થાય છે આરોપીને સજા મળશે કે નહીં એ તો જોવું જ રહ્યું?

પાછળથી ધસી આવેલ ટ્રકે ત્રિપલ સવારી બાઇકને ઠોકર મારી:
વિગતે જોઈએ તો, વાંકાનેર તાલુકામાં આવેલ રાતડિયા ગામમા રહેતા શામજીભાઇ જોધાભાઇ મેર તથા તેના મામા મગનભાઇ સરવૈયા એમના 13 વર્ષનો પુત્ર સુમિતની સાથે બાઇક પર ત્રિપલ સવારીમાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર જઈ રહ્યા હતા. આ સમયે આ ઘટના બની હતી.

જયારે તેઓ બામણબોર ચેકપોસ્ટ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી ધસી આવેલ ટ્રકે ત્રિપલ સવારી બાઇકને ઠોકર મારી લીધી હતી. બાઇકને ઠોકર લાગતાની સાથે જ ત્રણેય બાઇકસવાર ફંગોળાઇને રોડ પર પટકાઈ ગયા હતા. આ સમયે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક સાથે ફરાર થઈ ગયો હતો.

બે લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા:
જયારે ઘટના બની ત્યારે હાઇવે પરથી પસાર થતા બીજા વાહનચાલકોએ ફંગોળાયેલા વાહન જોઇને ઉભા રહી ગયા હતા તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી દેવામાં આવી હતી. એમ્બ્યુલન્સની મદદથી પિતા-પુત્ર સહિત ત્રણેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવા માટેની તજવીજ કરવામાં આવી હતી.

13 વર્ષીય સુમિતનું મોત નીપજ્યાનું જાહેર એમ્બ્યુલન્સની ટીમ દ્વારા કરાયું હતું. જ્યારે શામજીભાઇ તેમજ મગનભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ એરપોર્ટ પોલીસ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી તેમજ ઇજાગ્રસ્ત શામજીભાઇની ફરિયાદ પરથી અકસ્માત પછી ફરાર થયેલ મહારાષ્ટ્ર પાસિંગના ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…