કેબીનેટ બેઠકમાં પશુપાલકોને લઈ CM ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય- હવેથી મળશે આટલા રૂપિયાની સહાય

172
Published on: 11:19 am, Thu, 23 September 21

હાલમાં જયારે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે રાજ્યના રાજકોટ-જૂનાગઢ તથા જામનગર જિલ્લાના અસરગ્રસ્ત કેટલાક પશુપાલકો તથા મકાનો-ઝૂંપડાઓનું નુકશાન પામેલા પ્રજાજનો પ્રત્યે સંપૂર્ણ સંવેદનાથી સરકાર તેમની પડખે ઊભી રહી છે તેવી પ્રતિબદ્ધતાથી CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાનમાં મળેલ રાજ્ય મંત્રીમંડળની સૌપ્રથમ બેઠકમાં કેટલાંક નિર્ણયો લેવાયા છે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા શિક્ષણ મંત્રી જીતેન્દ્ર વાઘાણીએ મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયોની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વરસાદી આફતનો ભોગ બનેલા આ ત્રણેય જિલ્લાના લોકો, પશુપાલકોને ઉદારત્તમ મદદ-સહાય માટે પ્રવર્તમાન SDRFના સહાય ધોરણોની ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલે વધારાની સહાય આપવાનો નિર્ણય લીધો છે.

ઘરવખરી માટે 7,000 રૂપિયા તેમજ ઝૂંપડા માટે 10,000 રૂપિયાની સહાય:
મંત્રીઓએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, અતિભારે વરસાદને લીધે ઘરવખરીને નુકશાન તેમજ તણાઇ જવાના કિસ્સામાં SDRFની 3,800 રૂપિયાની સહાયમાં મંત્રીમંડળ દ્વારા વધારાના 3,200 રૂપિયાની સહાય આપીને પરિવાર દીઠ 7,000 રૂપિયા ઘરવખરી સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે ઉમેરતા કહ્યું હતું કે, અતિભારે વરસાદથી જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે એવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા 5,900 રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાશ પામેલા ઝૂંપડાઓ માટે SDRFના 4100 રુપીયામાં રાજ્ય સરકારે વધારાના 5,900 રૂપિયા મળીને હાલમાં ઝૂંપડા દીઠ 10,000 રૂપિયાની સહાય અપાશે.

મકાન દીઠ મળશે 15,000 રૂપિયાની સહાય:
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મકાન સહાયની ઉપરાંત પશુમૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવાયો છે ત્યારે આ અંગેની વધુ વિગતો આપતાં બંને મંત્રીઓએ જણાવ્યું હતું કે, અતિભારે વરસાદથી અંશત: નાશ પામેલ મકાન માટે SDRF અન્વયે મળવાપાત્ર 5,200 રૂપિયાની ઉપરાંત રાજ્ય સરકારે વધારાના 9,800 રૂપિયા મળીને હવે મકાન દીઠ 15,000 રૂપિયા આપવાનો નિર્ણય લેવાયો છે.

જે કાચા મકાનો અતિભારે વરસાદને પરિણામે અંશત: નાશ પામ્યા છે એવા મકાનો માટેની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા 6,800 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે ત્યારે આની ઉપરાંત SDRFના ધોરણો પ્રમાણે 3,200 રૂપિયાની મળવાપાત્ર સહાય તેમજ વધારાની 6,800 રૂપિયાની સહાય એમ મળી કુલ 10,000 રૂપિયાની સહાય ચુકવાશે.

હવેથી 5 પશુના મોત સુધી મળશે આર્થિક સહાય:
મહેસુલ મંત્રી તેમજ શિક્ષણ મંત્રીએ અતિ વરસાદની સ્થિતિમાં મૃત્યુ પામેલ નાના-મોટા દૂધાળા પશુઓની પશુ મૃત્યુ સહાયના ધોરણોમાં કેબિનેટ બેઠકે કરવામાં આવેલ વધારાની વિગતો પણ આપી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, ગાય, ભેસ જેવા મોટા દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં પહેલા 3 પશુ મૃત્યુ સુધી જ સહાય ચુકવાતી હતી.

CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પશુપાલકોને પશુઓના મૃત્યુથી થયેલા નુકશાન અંગે સહાનૂભુતિ દર્શાવતાં હવે 5 પશુ સુધી આવી મૃત્યુ સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. આની સાથે-સાથે જ SDRFના ધોરણો પ્રમાણે 30,000 રૂપિયાની પશુ મૃત્યુ સહાય પશુ દીઠ મળતી હતી. જેમાં વધારાના 20,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રૂ.5000ની સહાય શેડ-ગમાણ દીઠ:
નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાયમાં પણ પશુ દીઠ 2,000 રૂપિયાનો વધારો રાજ્ય મંત્રીમંડળની સૌપ્રથમ કેબિનેટમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવેથી આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાય પશુદીઠ 5,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…