સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ, એકસાથે આટલા ભાવ ઘટતા સોનું ખરીદવા ઉમટી લોકોની ભીડ

648
Published on: 5:25 pm, Sun, 12 September 21

હાલ ઘણો ઘટાડો સોના-ચાંદીમાં જોવા મળ્યો હતો પરંતુ તે સપોર્ટ લેવલ તોડી શક્યું નહીં અને હવે સોનામાં ભાવ ફરી ઘટવાના શરુ થયા છે. સોનાનો ભાવ આપણો દેશ નક્કી નથી કરતો. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને U.S અને U.K ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે તે પ્રમાણે સોનાના ભાવ નક્કી થતા હોય છે.

ગુજરાતમાં હાલ ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૦,૦૦૦ થી લઈ ૫૦,૫૦૦ રૂપિયાની આસપાસ છે. હાલ ચાંદીમાં કોઈ મંદી જોવા મળતી નથી. ચાંદી હાઈ સપાટીએ જ રહેશે. હાલ ચાંદી ૭૧,૦૦૦ થી ૭૨,૦૦૦ રૂપિયાની આસપાસ છે. ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતો. જ્યારે ચાંદી રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતો. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૭,૨૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયો છે. જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૪,૨૦૦ ₹ પ્રતિ ૧ કિલો થયો છે.

૧૧/૦૯/૨૦૨૧ના રોજ ચાંદીના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ –  ૬૪.૨૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ –  ૫૧૩.૬૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ –  ૬૪૨.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ –  ૬,૪૨૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ –  ૬૪,૨૦૦.૦૦ રૂપિયા
જોકે, આજે ગઈકાલે સરખામણીએ ચાંદીના ભાવમાં કોઈ વધ ઘટ જોવા મળી નથી.

૨૨ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ –  ૪,૫૨૮.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ –  ૩૬,૨૨૪.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ –  ૪૫,૨૮૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ –  ૪,૫૨,૮૦૦.૦૦ રૂપિયા
જોકે, ગઈકાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

૨૪ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ –  ૪,૭૨૮.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ –  ૩૭,૮૨૪.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ –  ૪૭,૨૮૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ –  ૪,૭૨,૮૦૦.૦૦ રૂપિયા
જોકે, ગઈકાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં આજે ૧૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો હતો.

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો ૩૧ માર્ચના રોજ સૌથી ઓછો ભાવ જોવા મળ્યો હતો. જયારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતો. તેવી જ રીતે જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે સૌથી વધુ ભાવ જોવા મળ્યો હતો. જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…