હાલ મોંઘવારી ખુબ જ વધી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓથી માંડી પેટ્રોલ-ડીઝલ સહીત દરેક વસ્તોના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે આટલી મોંઘવારી વચ્ચે હવે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. મહિનાના પહેલા દિવસે એટલે કે 1 સપ્ટેમ્બર, 2022ના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેમના ગ્રાહકોને મોટી રાહત આપતા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે.
જાણવા મળ્યું છે કે, કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડરના દરમાં કરવામાં આવ્યો છે. બીજી તરફ, જો આપણે ઘરેલુ એલપીજી સિલિન્ડરની વાત કરીએ, તો તે તેના જૂના દરે મળી રહ્યું છે. 100 રૂપિયાના ઘટાડા બાદ દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.
અહીં જાણો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા દર:
ત્યારે હવે અલગ અલગ શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવની વાત કરીએ તો, દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના 1,885 રૂપિયા છે. આ સિવાય ચેન્નાઈમાં રૂ. 2,045, મુંબઈમાં રૂ. 1,844, કોલકાતામાં રૂ. 1,995માં ઉપલબ્ધ છે. આ નવા દરો 1લી સપ્ટેમ્બર 2022થી અમલમાં આવ્યા છે. જયારે બીજી તરફ જો 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની વાત કરીએ તો 6 જુલાઈથી તેના દરમાં કોઈ ફેરફાર થયો નથી.
ઓગસ્ટમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો:
આ સિવાય ઓગસ્ટ મહિનામાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને ગ્રાહકોને મોટી રાહત આપી હતી. ગયા મહિને કંપનીઓએ 36 રૂપિયાનો સંપૂર્ણ ઘટાડો કર્યો હતો. જેના કારણે આજે દિલ્હી સહિત તમામ રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થઈ ગયા હતા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…