
અગાઉ ડીએપીના એક થેલી પર 500 રૂપિયાની સબસિડી મળતી હતી, પરંતુ હવે તે 1200 રૂપિયા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે વધેલી સબસિડીનો લાભ ખેડૂતોને કેવી રીતે મળશે?
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, 1200 રૂપિયામાં ડીએપી ખાતરની એક થેલી ખેડૂતોને મળશે. વધેલા ભાવોથી ખેડૂતોને અસર થશે નહીં. તોમરે જણાવ્યું હતું કે ડીએપી ખરીદતી વખતે ખેડૂતોએ આધારકાર્ડ અથવા કિસાન ક્રેડિટ કાર્ડ સાથે રાખવું પડશે.અંગૂઠાની છાપ દ્વારા ખેડૂતની ઓળખ કર્યા બાદ, સરકાર ડીબીટી દ્વારા કંપનીના ખાતામાં રૂપિયા 1211 ની સબસિડી ટ્રાન્સફર કરશે.
એટલે કે, ખેડૂતોને પહેલાની જેમ 2411 રૂપિયાને બદલે 1200 માં ડીએપીનો એક થેલી મળશે.યુરિયા પછી, રાસાયણિક ખાતરનો, જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે, તેનો ભાવ ગયા મહિને 2400 રૂપિયા થઈ ગયો હતો. સરકાર દ્વારા 500 રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. એક થેલી ખાતર માટે ખેડુતોને 1900 રૂપિયા ચુકવવા પડશે. ખેડૂતોને રાહત આપતા સરકારે સબસિડી 500 રૂપિયાથી વધારીને 1200 રૂપિયા કરી દીધી.
સીઝન પહેલા ખેડૂતો માટે આ ખૂબ મોટી રાહત હતી. સરકારના નિર્ણયથી ખેડૂતો અગાઉના ભાવે ડીએપી મેળવી રહ્યા છે.બુધવારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. વધારાની સબસિડીની આ જોગવાઈનો ભાર લગભગ 14,774 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
તેમાંથી ડીએપી પર સબસિડી માટે 9124રૂપિયા જાહેર કરાયા છે, જ્યારે એનપીકે ખાતર માટે રૂ. 5649 કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે.