વધતા ખાતરના ભાવ અંગે દિલીપ સંઘાણીએ કરી સ્પષ્ટતા: જાણી લો યુરિયા-DAP ના ભાવ, આનાથી વધુ લે તો તરત જ કરો આ કામ

336
Published on: 1:32 pm, Sun, 17 October 21

પેટ્રોલ-ડીઝલ તો ઠીક પણ ખાતરનાં ભાવમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આ અંગે દિલીપ સંઘાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ખાતરમાં કોઈપણ જાતનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી તેમજ ક્યાંય ખાતર મોંઘુ મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે એવું જણાવ્યું છે.

થોડા દિવસ પહેલા રાજ્યમાં ખાતરના ભાવ વધારા મામલે ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા હતા ત્યારે હાલમાં એને લઈ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે ઉપયોગી ખાતરનાં ભાવ વધારાને લઈ થોડા દિવસથી કેટલાક સમાચાર વહેતા થતાં અસમંજસતા જેવી સ્થિતિ ઉભી થઈ હતી.

આવા સમયમાં આજે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી સામે આવ્યા તેમજ સમગ્ર મુદ્દા પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, કોઈ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.

આની સાથે જ દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, ફર્ટિલાઇઝરમાં કોઈ ભાવ વધારો કરાયો નથી, યુરિયા ખાતરનો ભાવ એનો એ જ રખાયો છે તેમજ સબસિડીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. DAP માં 1,200 રૂપિયાની સબસિડી વધારીને 1,600 રુપીયા કરી દેવાઈ છે તેમજ એમાં પણ કોઈ ભાવવધારો કરાયો નથી.

NPK નો ભાવ 1,700 રૂપિયા હતો જેમાં ઘટાડો કરીને 1,450 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ક્યાંય પણ ખાતર મોંઘુ મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે એવું સંઘાણીએ જણાવ્યું છે. આગળ સંઘાણી જણાવતા કહે છે કે,  માનનીય PM નરેન્દ્ર મોદીની સરકારમાં માંડવીયા ફર્ટિલાઇઝર મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.

આની પહેલા પણ સરકારે સબસિડીનો બોઝ વેઠીને ખેડૂતો પર ભાર ન આવે તેની ચિંતા કરી છે. દુનિયાભરમાં ફર્ટિલાઇઝરનાં કાચા માલનો ભાવ ખૂબ વધી ગયા છે કે, જેને લીધે સરકાર પર આર્થિક બોઝ પણ વધે છે. એમ છતાં સરકાર સબસિડીમાં વધારો કરીને ખેડૂતો પર ભાર વધવા દેતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…