નવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લીધો મોટો નિર્ણય- ‘મા વાત્સલ્ય કાર્ડ’ ને લઈ કરી આ મહત્વની જાહેરાત

228
Published on: 11:01 am, Tue, 21 September 21

રાજ્યમાં રહેતા પછાત વર્ગનાં લોકો તથા ગરીબોની માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ આર્થિક રીતે મદદરૂપ થાય એ હેતુથી બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક યોજનાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના થતાની સાથે જ નવી યોજનાઓને જનજન સુધી પહોચાડવા માટે કામે લાગી ગઈ છે.

આની સાથે જ આરોગ્યક્ષેત્રમાં ગુજરાત ‘માં વાત્સલ્ય કાર્ડ’ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં 23 સપ્ટેમ્બરથી માં કાર્ડ અંગે મેગા ડ્રાઈવની શરુઆત કરવાનું રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્ડથી ગરીબ તથા મધ્યમ વર્ગીય લોકોને ખુબ જ લાભ થયો છે ત્યારે,સરકાર મેગા ડ્રાઈવથી છેવાડાના નાગરીકોને લાભાન્વિત કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું.

80 લાખ પરિવારો થશે લાભાન્વિત:
ગુજરાતમાં ‘માં વાત્સલ્ય કાર્ડ’ આગામી ચાર માસમાં ઘરે-ઘરે સુધી પહોચાડવાની નેમ સાથે રાજ્ય સરકારનો ધ્યેય 80 લાખ પરિવારોને લાભાન્વિત કરવાનો રહેલો છે. આ કાર્ડ અંતર્ગત 600 થી વધારે ખાનગી તથા રાજ્યની તમામ સરકારી હોસ્પીટલમાં સારવાર ઉપલબ્ધ થશે. સામાન્ય જનતા માટે આવક મર્યાદા 4 લાખ તેમજ 6 લાખ નિર્ધારિત કરવામાં આવી છે.

સતત ત્રણ મહિના સુધી મેગા ડ્રાઈવ ચાલશે:
સમગ્ર રાજ્યમાં 23મી સપ્ટેમ્બરથી “આપ કે દ્વાર આયુષ્માન” મેગાડ્રાઇવનું આયોજન કરાયું છે. આ ડ્રાઇવમાં રાજ્યના 80 લાખ કુંટુબોને આવરી લઇને PMJAY-મા કાર્ડ કઢાવીને લાભાન્વિત કરવામાં આવશે. આ ડ્રાઇવ અંતર્ગત ગ્રામ્ય સ્તરે, PHC, CHC, સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં સામાન્ય, ગરીબ તમામ વર્ગીય લોકોને આ કાર્ડનો લાભ અપાશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…