મોદી સરકાર દ્વારા થઈ મોટી જાહેરાત, ખેડૂતોને આપશે 15 લાખ રૂપિયાની સહાય. આ રીતે મેળવો લાભ

Published on: 7:20 pm, Sun, 4 July 21

કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન થઇ છે. ખેડૂતોના આવક વધારવા માટે સરકાર સતત પ્રયાસો કરે છે. નવુ કૃષિ બિલ લાવ્યા બાદ કૃષિને મોટા બિઝનેસનું રૂપ આપવા માટે સરકાર ખેડૂતોને એક મોટી ભેટ આપવા જઇ રહી છે. ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 15 લાખ રૂપિયા ની સહાય આપશે.

કેવી રીતે મળશે 15 લાખ રૂપિયા
સરકારે પીએમ કિસાન એફપીઓ સ્કીમની શરૂઆત કરી દીધી છે. આ સ્કીમ અંતર્ગત ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે. આ સ્કીમનો લાભ લેવા માટે 12 ખેડૂતોને મળીને એક ઓર્ગેનાઇઝેશન અથવા કંપની બનાવવી પડશે. તેનાથી ખેડૂતોને કૃષિ સાથે સંબંધિત ઉપકરણ અથવા ફર્ટિલાઇઝર, બીજ અથવા દવાઓ ખરીદવામાં પણ સરળતા રહેશે.

સ્કીમનો હેતુ
સરકાર સતત એવા પ્રયાસ કરે છે કે ખેડૂતોને ડાયરેક્ટ લાભ મળે. આ સ્કીમની શરૂઆત ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી છે. તેનાથી ખેડૂતોને કોઇ દલાલ પાસે કે વચેટિયા પાસે જવાની જરૂર નથી. આ યોજના અંતર્ગત ખેડૂતોને ત્રણ વર્ષમાં હપ્તામાં ચૂકવણી કરવામાં આવશે. તેના માટે વર્ષ 2024 સુધી 6884 કરોડ રૂપિયા સરકાર તરફથી ખર્ચ કરાશે.

આ રીતે કરો અપ્લાય અને મેળવો લાભ
પીએમ કિસાન એફપીઓ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ હજુ થોડી રાહ જોવી પડશે. હકીકતમાં સરકારે હજુ સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી નથી. જો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ જાય તો તમે પણ અરજી કરી શકો છો. સરકાર અનુસાર, જલ્દી જ તેના માટે ની જાહેરાત કરવામાં આવશે.