મંદિરમાં માતાજીનાં નામે ભૂવો કરી રહ્યો હતો એવું હિંચકારૂ કૃત્ય કે, જાણીને શરમથી માથું ઝુકી જશે

406
Published on: 1:47 pm, Sun, 3 October 21

ગુજરાતના સાયલામાં આવેલ વિશ્વાસુ મેલડી માતાજીના મંદિરના ભુવાએ જોઈ આપવાના બહાને તકલીફમાં મુકાયેલા લોકોની પાસેથી કુલ 1,150 રૂપિયા લીધા હોવાની તેમજ મહિલા પર અત્યાચાર કર્યો હોવાની તેમજ તેના વિડીયો યુ- ટયુબ ફેસબુકમાં મુકાતા હોવાની ફરીયાદ બાદ આ મંદિરમાં સેવા કરતા સુરેશ ભુવા તેમજ તેના સાગરીતે પોતાની લીલા સંકેલી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે, સાયલાનાં યજ્ઞાનગર વિસ્તારમાં પાણીની ટાંકી નજીક આવેલ વિશ્વાસુ મેલડી માતાનું મંદિરમાં રતનપર ગામનો સુરેશભાઈ માધાભાઈ કુરીયા નામનો શખ્સ પોતાને સુરેશ ભુવા તરીકે ઓળખાવી જોવાનું કામ, કારણ કાઢવાનું કામ કરતો હતો.

થાનગઢમાં રહેતો સુરેશ શીવલાલભાઈ કણસાગરા ભુવાની સાથે જ મહિલા સાથેની પળોનાં વિડીયો ઉતારીને યુ- ટયુબ, ફેસબુક પેજમાં મુકી જાહેરાત કરવાનું કામ કરતો હતો. થાનગઢના સુરેશે ભુવા કેટલાક વિડીયો બનાવી ‘જય શ્રી વિશ્વાસુ મેલડીમાં’ સાયલા ધામ નામના ફેસબુક પેજ અને જય શ્રી સુરેશ ભુવાના વિશ્વાસુ મેલડી મા નામના ગૃપ પેજમાં અપલોડ કર્યા હતા.

આ દરમ્યાન માવદાનભાઈ ગઢવી નામના વ્યકિતએ પોતાનો એક વિડીયો વાયરલ કરીને સુરેશ ભુવાની લીલાનો પર્દોફાશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે સુરેશ તથા માવદાનભાઈ ગઢવીને થોડી બોલાચાલી પણ થઈ હતી. આ અરસામાં નારી એકતા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા જીલ્લા પોલીસ વડાને લેખીત આવેદનપત્ર પાઠવ્યુ હતું.

સુરેશ ભુવાજી નામનો વ્યકિત અંધશ્રધ્ધા પર મહિલા પર અત્યાચાર કર્યો હોવાના સોશ્યલ મીડીયા પર વિડીયો વાયરલ થતા આ વિડીયો નારી એકતા ફાઉન્ડેશનના ધ્યાનમાં આવતા મહિલા પર થતા અત્યાચારને અટકાવવા આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. સાથે જ સુરેશ ભુવા પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

પોલીસ વડાને થયેલી આ રજુઆત તથા વિડીયો વાયરલ થયા બાદ સાયલા પોલીસ હરકતમાં આવી હતી. જેમાં સુરેશ ભુવા એટલે કે, સુરેશ માધાભાઈ કુરીયા તથા સુરેશ કણસાગરાએ જણાવ્યુ હતું કે, કારણ કાઢતા તેમજ મહિલાઓને મારતા હતા તે વિડીયો ડીલીટ કરી દીધો છે.

બાદમાં અન્ય કોઈ વિડીયો ઉતારતા નથી. આજ પછી જે કારણ કાઢવાનું કામ કરતા તે આજથી બંધ કરી દીધેલ છે તેમજ હવે બાદમાં કારણ કાઢવાનું કામ ન કરૂ એવી ખાતરી આપી હતી. સાયલા તાલુકામાં આવેલ રતનપરનો સુરેશ કુરીયા કે, જે પોતાને ભુવા ગણાવીને જોવાનું તેમજ કારણ કાઢવાનું કામ કરતો હતો.

આ અરસામાં થાનગઢનો સુરેશ કણસાગરા પ્રજાપતિ જોવડાવવા આવતા લોકોના વારા લખવાનું, વિડીયો બનાવીને અપલોડ, કરવાનું કામ કરતો હતો. રવિવારે અને મંગળવારે આવતા 100 માણસોના વારા લખાતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. માતાજીના જે કોઈ પુજાપાઠ થતા તેના ખર્ચ માટે 1,150 રૂપિયા લેવામાં આવતા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…