ઢોંગી ભૂવાએ રૂપવાન યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને બનાવી ગર્ભવતી, મોતને વ્હાલું કરવા મજબૂર બની દીકરી

4240
Published on: 7:11 pm, Thu, 24 February 22

આજકાલ દિવસેને દિવસે મહિલાઓ પર બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાંથી ફરીવાર એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢની એક યુવતી દ્વારા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઝેરી દવા પીયને યુવતી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને જૂનાગઢના સુરજ સોલંકી નામના ભુવાએ 10 મહિના સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

રાજકોટ પોલીસ યુવતીને નશાની હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, યુવતીએ સોશિયલ મીડિયા પર સુસાઈડ નોટ પોસ્ટ કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુસાઈડ નોટમાં તેણે સુરજ સોલંકી નામના ભુવા સાથે ગર્ભવતી હોવાનું અને ગર્ભપાત થયો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, સૂરજ સોલંકીના બે મિત્રો સંજય સોહેલિયા અને ગુંજન જોષી પણ તેને હેરાન કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.

અમદાવાદ આશ્રમ રોડ સર્કલ નજીક સંજય સોહલિયાએ પણ કારમાં બસડીને ટક્કર મારી કારમાંથી બહાર ફેંકી દીધો હતો. પીડિતાએ પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘હું 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી નામના ભુવાને મળવા ગઈ હતી. સૂરજ સોલંકીએ જે તે સમયે ભુવા તરીકે ઓળખાતો હતો તેણે મને તેનો અંગત મોબાઈલ નંબર પણ મને આપ્યો હતો.

ત્યારબાદ ટૂંકી વાતચીત પછી તેણે મને લગ્નનું વચન આપ્યું અને મને ગેરમાર્ગે દોરી હતી. 10 મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું. આ દરમિયાન હું ગર્ભવતી હતી, પરંતુ સૂરજના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેણે વધુમાં આ અંગે જણાવ્યું કે, ભુવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ બાદમાં મને તેમની ગૃહિણી બનાવીને મારી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી હતી.

ત્યારબાદ હું સુરજને સમજાવવા અમદાવાદ ગઈ હતી. પરંતુ સુરજના મિત્રએ મને આશ્રમ રોડ સર્કલ નજીક કારમાં બેસાડી સંજયભાઈ સોહલિયાને માર મારી કારમાંથી ફેંકી દીધી હતી. આટલું જ નહીં સૂરજનો અન્ય એક મિત્ર ગુંજન જોષી સોશિયલ મીડિયા પર લાઈવ જઈને મને બદનામ પણ કરે છે. હવે મારે ક્યાંય જવું નથી. હું આમાંથી કોઈ રસ્તો શોધી શકતી નથી તેથી મારી પાસે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી મારા મર્યા પછી મને ન્યાય અપાવજો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…