સ્વામિનારાયણ સંપ્રદાયની ત્રણ સાંખ્યયોગી બહેનોના ગંભીર અકસ્માતમાં કરુણ મોત

Published on: 2:21 pm, Fri, 10 December 21

ગુજરાતમાં ભુજના માનકૂવા ગામ પાસે ખતરનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે થયેલ જોરદાર ટક્કરમાં કુલ 3 મહિલાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. મૃત્યુ પામેલ મહિલાઓમાં બે સાંખ્યયોગીનીઓનો પણ સમાવેશ થાય છે. આ સ્કોર્પિયો કારમાં કુલ ચાર મહિલાઓ સવાર હતી, જેમાં એક બહેન કાર ચલાવી રહી હતી. તમામ સાંખ્યયોગિની મહિલાઓ કથા પ્રસંગે ભક્તજનો સાથે હતી, ત્યારે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, કચ્છના સુખપર ગામે સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન ભારાસર ગામની સાંખ્યયોગી અને સત્સંગી બહેનો આ શાકોત્સવમાં હાજરી આપવા માટે ગયા હતા. ભારાસર ગામના સાંખ્યયોગી પ્રેમીલાબેન નારણભાઇ વરસાણી (ઉ.વ. 45) અને સત્સંગી મહિલાઓ શિલુબેન ચંદેશભાઈ વરસાણી (ઉ.વ. 25), સવિતાબેન કીર્તિભાઈ હિરાણી (ઉ.વ. 45) અને રસીલાબેન(ઉ.વ. 50) સ્કોર્પિયો કાર લઈને શાકોત્સવના પ્રસંગમાં ગયા હતા. ત્યારે શાકોત્સવથી પરત ફરતી વેળાએ માનકુવા ગામથી ભુજ તરફ આવતા માર્ગ પર સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી.

સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, સ્કોર્પિયો કારના કુરચે કુરચા ઉડી ગયા હતા. તો બીજી બાજુ, ટ્રક પણ ડિવાઈડરથી પેલી તરફ નીચે ઉતરી ગયો હતો. જીવલેણ અકસ્માતમાં કુલ ત્રણ બહેનોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. ગંભીર અકસ્માતમાં પ્રેમીલાબેન, સવિતાબેન અને શિલુબેનનું કરુણ મોત થયું છે. તો ગાડી ચલાવનાર રસીલાબેનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેવું જાણવા મળ્યું છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ત્રણ મહિલાઓના મોત થવાથી પટેલ ચોવીસીના ગામો તેમજ સ્વામિનારાયણના સત્સંગીઓ અને અનુયાયીઓમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…