સેકંડો વૃદ્ધોની વહારે આવ્યા ‘ખજુર ભાઈ’ -વૃદ્ધાશ્રમ અને ગૌશાળાનું કર્યું ભૂમિપૂજન, સગા દીકરાની જેમ કરશે સેવા

107
Published on: 2:40 pm, Mon, 6 December 21

ગુજરાતના સોનુ સુદ તેવા ખજૂર ભાઈ ફરી એકવાર લોકોના હૃદયમાં ચમક્યા છે. ધોધમાર વાવાઝોડાના કારણે ઢળી પડેલા સૌરાષ્ટ્રની વહારે આવી ખજૂર ભાઈએ સેંકડો લોકોની સેવા કરી છે. કેટલાય બેઘર થયેલા લોકોને નવું ઘર બનાવી આપી, તો કેટલાય ભૂખ્યા લોકોને પરફેટ જમાડી ખજૂર ભાઈએ માનવતાનો ધર્મ નિભાવ્યો છે. ખજૂર ભાઈ એ વાવાઝોડાના કારણે સંપૂર્ણપણે ધરાશાયી થયેલા 160થી વધુ લોકોને નવા ઘર બનાવી આપી આશરો આપ્યો છે.

હાલ ફરી એક વખત ખજૂર ભાઈના નામે જાણીતા નીતિન જાની વૃદ્ધોની વહારે આવ્યા છે. આ પહેલા પણ નીતિનભાઈ સૌરાષ્ટ્રના ઘણા વૃદ્ધોની દરેક સમસ્યાઓ દૂર કરી હતી. સાથોસાથ હમણાં મળતી માહિતી અનુસાર થયેલા ભારે વરસાદમાં પૂરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં જઈને કેટલાય લોકોની મદદ કરી હતી સાથોસાથ જમવાનું પહોંચાડ્યું હતું.

ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ નીતિનભાઈએ ગુજરાતની બહાર પણ જરૂરિયાત મંદોને મદદ કરવામાં થોડી પણ શરમ અનુભવી નથી. હરિદ્વાર અને કેદારનાથ યાત્રા દરમિયાન કેટલાય ગરીબોની મદદ કરી હતી. સાથોસાથ ભયંકર ઠંડી વચ્ચે રસ્તા ઉપર એમ સુતા વ્યક્તિઓને ધાબરા આપી માનવતા ધર્મની વાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, નીતિનભાઈએ જાહેરાત કરી છે કે, તેઓ 500 જેટલા વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ બનાવશે. તમને જણાવી દઈએ કે નીતિનભાઈ સાળંગપુર ગયા હતા અને ત્યારે જ તેમણે આ જાહેરાત કરી. તમને જણાવી દઈએ કે વૃદ્ધાશ્રમનો ટૂંક જ સમયમાં ભૂમિપૂજન પણ થવા જઈ રહ્યું છે. ‘જાની દાદા ગૌશાળા’ અને ‘જાની દાદા વૃદ્ધાશ્રમ’ નામથી આ વૃદ્ધાશ્રમ અને ગૌશાળા શરૂ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…