
સોસિયલ મીડિયા પર એટલે કે, યુટ્યુબ પર કોમેડી વિડીયો બનાવતા નીતિન જાની એટલે કે, સૌ એને ખજુરભાઈનાં નામથી ઓળખતા થયા છે ત્યારે આપને જણાવી દઈએ કે, ખજુરભાઈ છેલ્લા કેટલાક દિવસથી હાડીડા ગામના લોકો માટે સેવાનું કાર્ય કરી રહયા છે.
આ ગામમાં રહેતા કાકાની ઉંમર 75+ છે પરંતુ જવાનોની માફક તેમને જોશ દર્શાવ્યો હતો. છેલ્લે રાત્રે ખજુરભાઈ આ કાકાની મુલાકાત લેવા માટે આવ્યા ત્યારે તેમની સાથે થોડીવાર બેસીને વાતો કરી હતી એવામાં એકદમ ભીખાકાકા રડી પડ્યા હતા તેમજ કહેવા લાગ્યા હતા કે, ખજુરભાઈ આજે તમે જઈ રહ્યા છો પરંતુ મને ખુબ આનંદ છે કે, તમારા જેવા મહાન વ્યક્તિ જોડે મને ગામના લોકોની મદદ કરવાનો અવસર મળ્યો.
તમે અહિથી જતા રહેશો એટલે મને ખુબ દુઃખ થશે. નીતિનભાઈ આ સાંભળતાની સાથે જ એકદમ ભાવુક થઇ ગયા હતા તેમજ કાકાના આંસુ લુસીને કહેવા લાગ્યા કે, અરે દાદા ચિંતા શું કામ કરો છો હું બેઠો છું ને હું ક્યાંય નથી જવાનો બસ બીજા લોકોની મદદે જાવ છું.
આપડી મુલાકાત થતી રહેશે એટલે ચિંતા ન કરો તમને ક્યારેય પણ કઈ ભી જરૂર હોય તો મને એક વખત જરૂર યાદ કરજો. એક તરફ કાળી અંધારી રાત હતી બીજી તરફ ભીખા કાકા છેલ્લે ખજુરભાઈ બોલી ઉઠ્યા હતા કે, દાદા આપડે આજીવન સાથે રહેશું. આજીવન મળતા રહીશુ. છેલ્લે ખજુરભાઈ આ રીતે ભીખા કાકા પાસેથી વિદાય લઈને પછી હવે તેઓ બીજા એક ગામની તૈયારી કરવાના છે.