અડધોઅડધ ગોહિલવાડ બેટમાં ફેરવાયુ – ઘરોમાં અને સોસાયટીઓમાં ઘુસ્યા કેડસમા પાણી

238
Published on: 10:17 am, Thu, 30 September 21

મેઘરાજા સમગ્ર રાજ્યને ધમરોળી રહ્યા હોય એવું હાલમાં જણાઈ રહ્યું છે. કારણકે, જ્યાં જુઓ ત્યાં માત્રને માત્રજળબંબાકારની જ સ્તિથી જોવા મળે છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવેલ ભાવનગર શહેરનું બોરતળાવ તેમજ વિકટોરિયા પાર્કનાં કૃષ્ણસાગર તળાવ છલકાઈ જતા તમામ સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.

સોસાયટીમાં કેડસમા પાણી ભરાઈ જતા લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા. પાણી ભરાવાને લીધે કેટકેટલાય લોકોના વાહનો પણ ડૂબી ગયા હતા. તંત્ર દ્વારા સોસાયટીની દીવાલ તોડીને પાણી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરનું બોરતળાવ અને વિકટોરીયા પાર્કનાં કૃષ્ણ સાગર તળાવ છલકાઈ જતા સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે.

કૃષ્ણ સાગર તળાવના પાળાનો કેટલાક ભાગ ક્ષતિગ્રસ્ત થઈ જતાં પાણી મોટા પ્રમાણમાં વહી રહ્યું છે. આ સોસાયટીમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે જયારે ગાડીઓ પણ ડૂબી ગઈ છે. તંત્રને ઘણીવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આગામી બે દિવસ અતિભારે વરસાદ વરસે તો હજુ પણ આ સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

કઈ કઈ સોસાયટી પ્રભાવિત થઈ?
શહેરની મધ્યમાં આવેલ બોરતળાવ છલો-છલ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તાર જેમ કે, શિવમ નગર, સરિતા સોસાયટી, ધોબી સોસાયટી, કુંભારવાડા જવેલ સર્કલ વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. એવી સ્થિતિ સર્જાઈ હતી કે, લોકોએ ઘરની બહાર દોડીને આવી જવું પડ્યું હતું.

શિવમનગરમાં લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ તથા પાર્ક કરેલ ગાડી તરતી જોવા મળી હતી. આ અંગેની સ્થાનિક લોકોએ તંત્રને પહેલા પણ જાણ કરી હતી પણ યોગ્ય પગલાં ન લેવાતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. હજુ સુધી પણ તંત્રના અધિકારી અથવા તો સ્થાનિક કોર્પોરેટર દ્વારા મુલાકાત લઇને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેની વ્યવસ્થા થઈ શકી નથી.

મહાનગરપાલિકાના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા જણાવે છે કે, આ પાણી વિક્ટોરિયા પાર્કના તળાવ છલકાઈ જતા આ પાણી આવ્યું છે તેમજ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હાલમાં જેસીબી મશીન દ્વારા દીવાલ તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…