હવામાન વિભાગની દરેક આગાહીઓ સાચી ઠરી- જોતજોતામાં સમગ્ર સૌરાષ્ટ્રને કરી દીધું જળબંબાકાર

111
Published on: 4:01 pm, Mon, 13 September 21

ભાદરવા માસમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે. સમગ્ર રાજકોટ જિલ્લાને મેઘરાજાએ પોતાની બાનમાં લીધું હોઈ એવું જણાઈ રહ્યું છે. એકસાથે 10 ઇંચ વરસાદ વરસતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોનાં ઘરમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે ત્યારે ટીમ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સમાવેશ પામેલ લલુડી વોકળીનો વિસ્તાર જળબંબાકાર બની ગયો છે.

મકાનોમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં લોકો ઘરમાં જ ફસાઈ ગયા છે ત્યારે ફાયર તથા પોલીસ વિભાગે માર્ગ પર માથાડૂબ પાણીમાં દોરડા વડે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ખુબ સારો એવો વરસાદ પડ્યો છે.

ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 67.25% વરસાદ નોંધાઈ ચુક્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભાવનગર તાલુકામાં 40 મિમી, ઘોઘા તાલુકામાં 10 મિમી., વલ્લભીપુર તાલુકામાં 7 મિમી., સિહોર તાલુકામાં 5 મિમી તથા મહુવા તાલુકામાં 4 મિમી વરસાદ નોંધાઈ ચુક્યો છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનાં કુલ વરસાદમાં મહુવા તાલુકામાં 590 મિમી., પાલીતાણા તાલુકામાં 409 મિમી., ઘોઘા તાલુકામાં 463 મિમી., તળાજા તાલુકામાં 255 મિમી., ભાવનગર તાલુકામાં 541 મિમી., જેસર તાલુકામાં 296 મિમી., ગારીયાધાર તાલુકામાં 427 મિમી., સિહોર તાલુકામાં 261 મિમી., ઉમરાળા તાલુકામાં 362 મિમી ખાબકી ચુક્યો છે.

આની સાથોસાથ ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 67.25%  વરસાદ નોંધાઈ ચુક્યો છે. ભાવનગર શહેરને પાણી પુરૂ પાડતા ત્રણ જળાશયો પૈકી શેત્રુંજી ડેમ પૂરો 34 ફૂટ ભરાયેલો છે જ્યારે શહેરનાં’ બોરતળાવની સપાટી 37.11 ફૂટ સુધી પહોંચી ગઈ છે તો રાજપરા-ખોડિયાર તળાવની સપાટી 10.8 ફૂટ સુધી પહોંચી ગઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…