કુદરતની થપાટ લાગતા વર્ષોની મહેનત પાણીમાં વહેતા નિરાધાર થયો ખેડૂત- આ વિડીયો જોઇને આંખ માંથી આંસુ નહિ ઉભા રહે!

Published on: 6:24 pm, Fri, 13 August 21

તોક્તે વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તબાહી સર્જી હતી. લાખો ખેડૂતોને વર્ષોની મહેનત એક ઝાટકે પાણીમાં વહી હતી. સરકારે કેટ કેટલી મદદની જાહેરાતો કરી પરંતુ આજે પણ સેંકડો ખેડૂતોના હાથ કોરાને કોરા છે. ખેડૂતોની વર્ષોની મહેનત જ્યારે પણવારમાં પાણીમાં વહી ત્યારે ખેડૂત નિરાધાર થયો છે. હાલ આવા જ એક સમાચાર ખીજડીયા ગામેથી સામે આવ્યા છે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ખીજડીયા ગામ માં ખેતી કરતા ભાવેશભાઈ વોરા ચાર વર્ષ પહેલા લીંબુ ના છોડ વાવ્યા હતા. દિનરાત કરેલા પરિશ્રમથી લીંબુના છોડ ચાર વર્ષે સોળે કળાએ ખીલ્યા હતા. પરંતુ તૈયાર થયેલા બગીચા ને ગુજરાતની કેવી થપાટ લાગી કે, આખો બગીચો ખેદાન-મેદાન થઇ ગયો. કુદરતી આપત્તિઓનો સામનો કરી ભાવેશભાઈ વોરાએ વિચાર્યું કે પરિસ્થિતિ સુધરી જશે, એટલે ફરી એકવાર મહેનતે લાગ્યા અને બગીચામાં પાણી ખાતર અને દવા બધું જ કર્યું હતું, તેમ છતાં પરિસ્થિતિ ન સુધરતા છેવટે બગીચાને કાઢવાનો નિર્ણય કર્યો હતો.

ભાવેશભાઈ વોરાના ખેતરમાં ૬૫૦થી વધારે વૃક્ષો હતા, જેનું તોકતે વાવાઝોડાએ સર્જેલી તબાહીથી પળભરમાં નામોનિશાન મટી ગયું હતું. વાવાઝોડાથી થયેલી નુકસાનીના દ્રશ્યો ખેડૂત ભાવેશભાઈ ભુરાભાઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. ભાવેશભાઈ વોરાએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા યથાર્થ મહેનતથી આખા બગીચામાં લીંબુડી વાવી હતી પરંતુ આજે આખો બગીચો સાફ કરવાની નોબત આવી છે.

આ બગીચાને સાતબારમાં ચડાવવા માટે ભાવેશભાઈ એ બબ્બેવાર સોગંદનામું રજૂ કર્યું હતું. ભાવેશભાઈ જ્યારે પહેલીવાર સોગંદનામું રજૂ કર્યું ત્યારે 650 લિંબુડીઓની બદલે 250 લિંબુડી નોંધી હતી. આ કારણે ભાવેશભાઈએ બીજી વખત સોગંદનામું રજૂ કર્યું હતું. જયારે વિસાવદર મામલતદાર કચેરીમાં ભાવેશભાઈએ પૂછ્યું ત્યારે તેમની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો તેઓ તેમનો આક્ષેપ છે.