જો પાટીદાર મુખ્યમંત્રી ખેડૂતોના આ પ્રશ્નનો ઉકેલ લાવે તો, ગુજરાતના લાખો ખેડૂત પરિવારોને થશે સીધી અસર

0
37
Published on: 11:57 am, Sat, 16 October 21

‘ભારતીય કિસાન સંઘ’ના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા તેમજ મહામંત્રી બીકે પટેલ જણાવે છે કે,  રાજ્ય સરકારે અનેકવિધ સારા નિર્ણયોની જાહેરાત કરે ત્યારે સંવેદનશીલ સરકારનો હાલમાં વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય તેમજ સંજય સરકાર ખેડૂતોના પડખે જાહેરાતો તથા હોર્ડિંગ પણ લગાવાય છે.

કેટલાંક નિર્ણયોમાં રહેલ વિસંગતતા કે, જયારે વાસ્તવિક રીતે યોજનાના અમલીકરણ દરમિયાન થતા અધિકારીઓએ પરિપત્રોમાં રહેતી ત્રુટિઓને લીધે જે-તે યોજનાનો લાભ લાભાર્થી સુધી પૂર્ણ રીતે પહોંચતો નથી. આવું જ છેલ્લા થોડા વર્ષથી ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકી મુદ્દતનું ધિરાણ 0% વિના વ્યાજે આપવાની યોજનામાં થઇ રહી છે.

આ યોજનામાં કેન્દ્ર સરકાર 3% વ્યાજ સહાય આપી રહી છે તેમજ 4% રાજ્ય સરકાર સહાય આપે છે, પરંતુ કેન્દ્ર સરકારની યોજના ખેડૂતો ગમે ત્યારે જાન્યુઆરીથી ડિસેમ્બર માસ સુધી ધિરાણ લે તો પણ 3% વ્યાજ સહાય મળે છે પણ સરકાર દ્વારા જો ખેડૂતો 1 એપ્રિલથી લઈને 30 સપ્ટેમ્બર સુધી જ ધિરાણ લે તો જ વ્યાજ સહાય ચુકવવાની નીતિ રાખેલ હોવાથી ફક્ત ખરીફ પાકનું ધિરાણ માટે જ લાભ મળે છે.

રવિ સીઝન ખેતીના ધિરાણમાં 4% સહાયથી વંચિત રહી જાય છે કે, જેને લીધે સમગ્ર રાજ્યના ધિરાણ લેતા લાખો ખેડૂતોમાં ગેરસમજ, વિસંગતતા, બેન્ક કર્મચારીઓ તેમજ ખેડૂતો વચ્ચે અસમંજસની સીટી, ખેડૂતોમાં આક્રોશ નિરાશા વ્યાપ્તિ જોવા મળતી હોય છે. આની સાથે જ વ્યાજ સહાયની રાજ્ય સરકારની ચૂકવણીમાં વિલંબ થતો હોય છે.

સમગ્ર મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા પુનઃ નવીન સરકારના CM ભુપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી જગદીશ પંચાલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, GSC બેન્કના ચેરમેન અજયભાઇ, GSC બેન્કના વાઇસ ચેરમેન શંકર ચૌધરી, કિસાન મોરચાના પ્રમુખ હિતેષભાઇ સહિતના અનેક અગ્રણીઓને દરમ્યાનગીરી કરીને આ પ્રશ્નોનું અગ્રતાએ ગંભીરતાથી ઉકેલ લાવવા રજૂઆત કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…