લગ્નમાં ભાભીએ એવો ડાન્સ કર્યો કે, જોનારાની ચીસો નીકળી ગઈ- લાખો લોકોએ જોયો આ વિડીયો

242
Published on: 11:18 am, Sun, 19 December 21

ભારતમાં હાલ તો લગ્નની સીઝન પૂરી થઈ ગઈ છે, પરંતુ ઘણી જગ્યાએ લગ્ન થઈ રહ્યા છે. કમુરતાને કારણે હવે લગ્ન થતા નથી. હવે કોઈપણ શુભ કાર્ય 14 જાન્યુઆરી પછી જ થશે. આ વર્ષે નવેમ્બર મહિનામાં ઘણા બધા લગ્ન થયા હતા. જેટલા લગ્નો થયા, એટલી જ યાદો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. (Social Media Viral Videos). ક્યાંક વર-કન્યાની ધમાકેદાર એન્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યું તો ક્યાંક અકસ્માતના કારણે લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ.

આ દરમિયાન એક લગ્નમાં કેપ્ચર થયેલો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ લગ્નમાં એક મહિલાએ એવો ડાન્સ કર્યો કે બધા જોતા રહી ગયા હતા. મહિલાએ હૃતિક રોશનના ગીત બેંગ-બેંગ પર ઠુમકા માર્યા હતા. વીડિયોની શરૂઆતમાં મહિલા સામાન્ય ડાન્સ કરતી જોવા મળી હતી. પરંતુ થોડી વાર પછી મહિલાને અચાનક હૃતિક રોશન વળગે છે અને ભાન ભૂલીને ખુશીથી ડાન્સ કરવા લાગે છે.

લગ્નમાં નાચી રહેલી આ મહિલાએ લાલ સાડી પહેરી છે. અચાનક આ મહિલાને શું થઇ જાય છે કે, નીચે બેસીને ડાન્સ કરવા લાગે છે. ત્યાં હાજર લોકો ભાભીના આ ડાન્સને કોઈને ચોંકી ઉઠે છે. ત્યારપછી તો આ મહિલાનો ડાન્સ જોઇને બધા લોકો ચીસો નાખવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ મહિલાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ ખુબ પસંદ કર્યો હતો.

અત્યાર સુધીમાં આ વિડીયો લાખો લોકોએ આ વિડીયો જોઈ લીધો છે. કેટલાય લોકોએ તો કોમેન્ટ પણ કરી હતી. અને કહ્યું હતું કે, ‘ભાભી પોટલી મારી ગયા છે કે શું?’ પરંતુ હાલ આ વિડીયો જોઇને લોકો ખુબ આનંદ લઇ રહ્યા છે અને શે કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…