દિયરનાં લગ્નમાં ભાભીએ લગાવ્યા જોરદાર ઠુમકા, હાજર લોકો તો જોતા જ રહી ગયા- વિડીયો જોઇને દિલ ગાર્ડન થઇ જશે

202
Published on: 11:04 am, Wed, 22 September 21

ભાભી-દિયરનો સંબંધ ખુબ જ પવિત્ર રહેલો છે ત્યારે ક્યારેક આ સંબંધ માં-દિકરાની જેમ પ્રેમ જોવા મળતો હોય છે, જયારે ક્યારેક ભાઈ-બહેનની જેમ પરસ્પર મસ્તી તથા લડાઈ કરતા જોવા મળતા હોય છે. ઘણીવાર એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ પણ બની જતા હોય છે.

જ્યારે પિયર મુસીબતમાં હોય ત્યારે ભાભી તેને બચાવતી હોય છે. જ્યારે ભાભી પર કોઈ નારાજ થઈ જાય તો દિયર વચ્ચે આવી જતા હોય છે. દિયરનાં જ્યારે લગ્ન હોય તો ભાભીને તેની સૌથી વધુ ખુશી હોય છે. તેને પણ એક નવી દેરાણી મળવાની હોય છે. આવામાં આજે અમે તમને આવી જ એક ભાભી અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે દિયરને ઘોડી ઉપર ચડતાં જોઈને એટલી ખુશ થઈ જાય છે કે શાનદાર ડાન્સ કરવા લાગે છે.

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયો એક લગ્નનો છે કે, જેમાં એક ભાભી “હમ આપકે હૈ કૌન” ફિલ્મનાં ફેમસ ગીત “લો ચલી મે અપને દેવર કી બારાત લેકે” પર શાનદાર ડાન્સ કરતી જોવા મળે છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, દિયર દુલ્હનનાં વેશમાં ઊભો છે તેમજ લગ્નમાં અન્ય કેટલાય મહેમાન પણ આવેલા છે ત્યારે આ બધાની વચ્ચે ભાભી દિયર માટે ડાન્સ કરવા લાગે છે. તેઓ પોતાના દિયરનાં લગ્નમાં ખુબ જ ખુશ હોય છે. આ ખુશીમાં તે દિલ ખોલીને નાચવા લાગે છે. ભાભીનો આ ડાન્સ જોઈને ભાઈ એટલે કે દિયરનો ભાઈ પણ વચ્ચે ડાન્સ કરવા માટે આવી જાય છે.

આ લગ્ન ભલે દિયરના હોય પણ શાનદાર ડાન્સથી ભાભીએ સમગ્ર મહેફિલની વાહવાહી લુંટી લીધી હતી. ભાભી માત્ર ડાન્સ કરતાં સમયે સારા નથી દેખાતા પણ તેના ડાન્સ મુવ્ઝ પણ ખુબ જ કમાલનાં છે. તેને જોઇને એવું લાગી રહ્યું છે કે, કોઈ બોલિવુડ અભિનેત્રી ફિલ્મમાં ડાન્સ કરી રહી હોય.

દિયરનાં લગ્નમાં ભાભીનો આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે કે, જે કોઈ લોકો પણ આ વીડિયો જુએ છે, તેઓ જોતાં જ રહી જાય છે. તમામ લોકો ભાભીનાં આ ડાન્સની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોને યુટ્યુબ પર એક યુઝરે શેર કર્યો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 25 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે ત્યારે આ વિડયો વર્ષ 2020માં રાજકોટમાં થયેલ એક લગ્નનો છે. લગ્ન ભલે એક વર્ષ જુના હોય પણ વિડીયો હજુ સુધી સોશિયલ મીડિયા પર ખુબ ધુમ મચાવી રહ્યો છે. આ વીડિયોને જોયા પછી કોમેન્ટ સેક્શનમાં મહિલાઓ જણાવે છે કે, તેઓ પણ પોતાના દિયરના લગ્નમાં આ રીતે જ ડાન્સ કરશે.

તમામ લોકો ભાભીજીની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. કોઈએ કહ્યું હતું કે, ભાભીએ ખુબ જ શાનદાર ડાન્સ કર્યો છે. વળી એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, દિયર ખુબ જ નસીબદાર છે કે, તેના લગ્નમાં ભાભી આટલા ખુશ થઈને ડાન્સ કરી રહેલ છે. વળી એક યુઝરે લખ્યું હતું કે, આ વિડીયો જોઇને મને પણ મારા ભાભીની યાદ આવી ગઈ. તેઓ પણ મારા લગ્નમાં ખુબ જ નાચ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…