પુલ પરથી ઉભા રહીને યુવકે કર્યો રૂપિયાનો વરસાદ, લુંટવા માટે ઉમટી લોકોની ભીડ- જુઓ વિડીયો

Published on: 1:12 pm, Sun, 5 February 23

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી અને જુગાડ વાળો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે આશ્વર્યચકિત થઇ જશો અને ખડખડાટ હસી પણ પડશો.

કર્ણાટકના બેંગલુરુમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં સિટી માર્કેટ પાસે ફ્લાયઓવર પર ચડીને એક વ્યક્તિએ 10 રૂપિયાની નોટ હવામાં ઉછાળવાનું શરૂ કર્યું. તેની પાસે 10 રૂપિયાની નોટોના ઘણા બંડલ હતા. એક પછી એક તે બંડલ ખોલતો રહ્યો અને નોટોનો વરસાદ કરતો રહ્યો.

તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વ્યક્તિ કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ કૃત્ય કરનાર વ્યક્તિ કોણ છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ ફ્લાયઓવર પરથી નોટોનો વરસાદ કરી રહ્યો છે. નીચે ઊભેલી ભીડ એ નોટો ઉપાડી રહી છે. જ્યારે વ્યક્તિએ નોટોનો વરસાદ શરૂ કર્યો ત્યારે ત્યાં ઘણા લોકો એકઠા થઈ ગયા. બધાએ નોંધ લેવાનું શરૂ કર્યું.

ગયા વર્ષે હૈદરાબાદમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક વ્યક્તિએ 500 રૂપિયાની અનેક નોટો હવામાં ઉછાળી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

500 રૂપિયાની નોટ ફેંકી રહ્યો હતો યુવક 
વાઇરલ થયેલી ક્લિપમાં બતાવવામાં આવ્યું છે કે, કુર્તા-પાયજામા પહેરેલ એક વ્યક્તિ ઉંચી જગ્યા પર ઉભો છે અને 500ની નોટો વરસાવી રહ્યો છે. જેવી તેણે નોટોનો વરસાદ શરૂ કર્યો કે નીચે ઊભેલી ભીડ તે નોટો ઉપાડવા લાગી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…