
એવું કહેવામાં આવે છે કે, તાવના કિસ્સામાં બીલીપત્રનો ઉકાળો લેવાથી ફાયદો થાય છે. આ સિવાય મધમાખી અથવા ભમરીના કરડવાથી થતી પીડા પર બીલીપત્રનો રસ લગાવવાથી રાહત મળે છે.
ભગવાન શિવની પૂજા કરતી વખતે તેમને ફૂલ અને દૂધની સાથે બીલીપત્ર પણ ચઢાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ભોલેનાથને જે પાન ચઢાવવામાં આવે છે તે માત્ર તેમની પૂજા કરવા માટે નહિ, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. બીલીપત્રનું સેવન કરવાથી અનેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે. ચાલો અમે તમને જણાવીએ કે, તમે બીલીપત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો જેથી તે તમારું આરોગ્ય સારું બનાવી શકે.
બીલીપત્ર હદયરોગના દર્દીઓ માટે પણ ખૂબ ઉપયોગી છે. એવું કહેવામાં આવે છે કે, બીલીપત્રનો ઉકાળો પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. તે શ્વસનની તકલીફ વાળા દર્દીઓ માટે અમૃત સમાન છે. આ પાંદડાઓનો રસ પીવાથી શ્વસન રોગોમાં ઘણો ફાયદો મળે છે. જો શરીરમાં ગરમીને કારણે અથવા મોમાં ગરમી હોવાને કારણે છાલા પડે છે, તો બીલીપત્રના પાન ચાવવાથી રાહત મળે છે.
પાઈલ્સ આજકાલ એક સામાન્ય રોગ બની ગયો છે. પાઈલ્સ ખૂબ પીડાદાયક રોગ છે. તેનાથી છુટકારો મેળવવા માટે, બીલીપત્રના મૂળને પીસીને સાકર મિક્ષ કરીને પાવડર બનાવી લો. આ પાઉડરને સવારે અને સાંજે ઠંડા પાણી સાથે પીવો. જો દુખાવો વધારે હોય તો દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરો. તે પાઈલ્સમાં ફાયદો મળી રહે છે.
શિયાળામાં શરદી અને તાવની બીમારીમાં બીલીપત્રના રસમાં મધ મેળવીને પીવાથી ફાયદો થાય છે. અથવા જો વધારે તાવ આવે તો તેના પેસ્ટની ગોળીઓ બનાવીને ગોળ સાથે ખાવામાં આવે છે. પેટ કે આંતરડાની કૃમિની સમસ્યામાં બીલીપત્રનો રસ આપવાથી ફાયદો થાય છે.