
હાલમાં મનુષ્યનાં મૃત્યુને લઈ એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને આપને ખુબ જ નવાઈ લાગશે. હંમેશા લોકો તે જાણવા માટે ઈચ્છુક છે કે, મોત સામે આવે ત્યારે શું થાય છે તેમજ મૃત્યુ પછી માણસનું શું થાય છે. તેને લઇ કેટલીક શોધ થઇ છે તેમજ આની સાથે જ લોકો કેટલાક ક્યાસ પણ લગાવતા હોય છે. શિવપુરાણમાં મૃત્યુના સંકેતને લઈ ઉલ્લેખ કરાયો છે.
1. પડછાયો ન દેખાય:
શિવપુરાણમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પણ કોઇ વ્યક્તિનું મૃત્યુ સામે આવે છે ત્યારે તેનો પડછાયો દેખાતો બંધ થઇ જાય છે તેમજ તેને પાણી, ઘી, અરીસો ક્યાંય પણ પોતાનો પડછાયો દેખાતો નથી.
2. શરીરમાં આવે છે ફેરફાર:
જ્યારે વ્યક્તિનું મોં, જીભ, નાક તથા કાન કામ કરતુ બંધ કરી દે ત્યારે સમજી લેવાનું કે મૃત્યુ નજીક આવી ગયું છે. આની સિવાય શરીર સફેદ અથવા તો પીળું પડી જવું પણ મોતનો ઇશારો છે.
3. સૂરજ કાળો દેખાય:
જ્યારે કોઈપણ વ્યક્તિને સૂર્ય તેમજ ચંદ્ર કાળો દેખાઈ અથવા તો ચારેયબાજુ ચમક, લાલ અથવા તો કાળા સર્કલમાં દેખાવા લાગે તો તેના થોડા સમય પછી તે વ્યક્તિનું મોત થઇ જતું હોય છે.
4. આગની રોશની ન દેખાય:
જો કોઇપણ વ્યક્તિને બધુ જ દેખાય પણ આગમાંથી નીકળતી રોશની ન દેખાય તો તેની મૃત્યુ પાસે આવી ગયું એવું માનવામાં આવે છે.
5. કબૂતર માથા પર આવીને બેસે:
કોઈપણ વ્યક્તિના શરીર પર ગિધ, કાગડો અથવા તો કબૂતર બેસી જાય છે તો તેની ઉંમર ઓછી થવાના સંકેત રહેલા છે. આની સિવાય કોઈપણ વ્યક્તિ વાદળી માખીઓથી ઘેરાઇ જાય તો પણ તે મૃત્યુનો સંકેત રહેલો છે.
6. સૂર્ય મંડળ:
જ્યારે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેને ધ્રુવ અથવા તો સુર્યમંડળનો કોઇ તારો દેખાતો નથી. તેને રાત્રે ઇન્દ્રધનુષ તેમજ દિવસના અજવાળામાં ઉલ્કા દેખાવા લાગે છે.