ક્રુઝર જીપ અને ટ્રકની જોરદાર અથડામણ થતા 7 લોકોના ઘટનાસ્થળે જ નીપજ્યા કરુણ મોત અને 10…

458
Published on: 10:37 am, Mon, 25 April 22

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં શનિવારે અંબાજોગાઈ-લાતુર હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા અને 10 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે, તેથી મૃત્યુઆંક વધી શકે છે. મૃતકોમાં પાંચ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.

અકસ્માત શનિવારે બપોરે બરદાપુર, નંદગોપાલ ડેરી વિસ્તારમાં થયો હતો. અહીં એક ટ્રક અને ક્રુઝર જીપ સામસામે અથડાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રુઝર જીપમાં સવાર સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં ફસાયેલા મૃતદેહોને ભારે મુશ્કેલીથી બહાર કાઢી શકાયા હતા.

બીડ પોલીસના જણાવ્યા અનુસાર ક્રૂઝર જીપમાં સવાર એક પરિવાર અંબાજોગાઈ તહસીલના રાડી ગામમાં કોઈ સંબંધીના કાર્યક્રમમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને સારવાર માટે અંબાજોગાઈ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. વધુ તપાસ અંબાજોગાઈ પોલીસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, આ દર્દનાક અકસ્માતમાં નિર્મલા સોમવંશી (38), સ્વાતિ બોડકે (34), શંકુતલા સોમવંશી (35), ચિત્રા શિંદે (32), સોજેરબાઈ કદમ (34), ખાંડુ રોહિલે સાહિત્ય સહિત સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે સોનાલી સોમવંશી (23,

ગુલાબરાવ સોમવંશી (52), રંજના માને (32), પરિમાલા સોમવંશી (65), દત્તાત્રય પવાર (40), શિવાજી પવાર (44), યશ બોડકે (8), શ્રુતિકા પવાર (6), રાજમતિ સોમવંશી (48), કમલ જાધવ સહિત 10 લોકો ઘાયલ થયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…